SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ એનો ઘોડો એકલો આવવા પર રાજાએ એની શોધ કરાવી. આ રીતે બબડતો એ મળ્યો, એને મહેલમાં લઇ આવ્યા. ઘણાં ઉપાયો કરવા છતાં કોઇ ફરક નહીં પડવા પર રાજાને પોતાના ગુરુ શારદાનંદન યાદ આવ્યા. રાજાએ નગરમાં ઘોષણા કરવી કે જે મારા પુત્રને સારો કરી દેશે, તેને હું અડધું રાજ્ય આપીશ’. ત્યારે મંત્રી એ કહ્યું આ વિષયમાં મારી પુત્રી કાંઇક જાણે છે. રાજા પુત્રને લઇ મંત્રીના ઘરે આવ્યો. ત્યારે મંત્રીપુત્રીના નામે શારદાનંદન પરદા પાછળ બેઠા. પછી શ્લોક બોલ્યા- વિશ્વાસમાં રહેલાને ઠગવામાં કઇ હોંશિયારી છે? ખોળામાં રહી સુતેલાને હણવામાં વળી કયું પરાક્રમ છે? આ સાંભળી રાજકુમાર ‘વિ’ છોડી સેમિરા...સેમિરા બોલવા માંડ્યો. ત્યારે શારદાનંદને બીજો શ્લોક કહ્યો... જ્યાં ગંગા અને સાગરનો સંગમ થાય છે. ત્યાં કિનારે જાય, તો પણ બ્રાહ્મણની હત્યા કરનારો ક્યારેય પણ પાપથી મુક્ત થતો નથી. આ સાંભળી રાજકુમારે ‘ સે’ છોડ્યો. હવે માત્ર મિરા..મિરા કરે છે. ત્યાં શારદાનંદને ત્રીજો શ્લોક કહ્યો- મિત્રનો દ્રોહ કરનારો, કૃતઘ્ન, ચોર અને વિશ્વાસઘાત કરનારો આ ચાર જણા જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર રહેશે, ત્યાં સુધી નરકમાં રહેશે. આ સાંભળી રાજકુમારે ‘મિ’ છોડ્યો. હવે માત્ર રા...રા... કરે છે. ત્યાં જ શારદાનંદને ચોથો શ્લોક સંભળાવ્યો- રાજન! તું જો તારા રાજકુમારનું કલ્યાણ ઇચ્છે છે, તો સુપાત્રમાં દાન આપ. કેમ કે ગૃહસ્થ દાનથી શુદ્ધ થાય છે. આ સાંભળી ચોથો અક્ષર પણ છોડી રાજકુમાર સ્વસ્થ થઇ ગયો. રાજાને વાંદરો-વાઘ વગેરેનો બનેલો વૃત્તાન્ત કહ્યો. ત્યારે મંત્રીપુત્રીના જ્ઞાનથી છક થયેલા રાજાએ પૂછ્યું- હે બાલિકા! તું તો ગામમાં રહે છે. તો વનમાં વાંદરો, વાઘ અને મનુષ્યનો બનેલો આ પ્રસંગ કેવી રીતે જાણી શકી? ત્યારે શારદાનંદને કહ્યું દેવ-ગુરુની કૃપાથી મારી જીભના અગ્રભાગે સરસ્વતી વસી છે. તેથી જ હું આ પ્રસંગ જાણું છું. જેમ કે ભાનુમતી રાણીને તિલક (તલ), (રાણીને જોયા વિના જ મેં સરસ્વતીના પ્રભાવે એ તિલક(તલ) ની વાત કરી હતી.) આ સાંભળી રાજા ચમક્યા. મંત્રીએ પરદો ખોલ્યો. રાજાએ શારદાનંદનને જોયા... પરસ્પર મળવાથી બંનેને ખૂબ આનંદ થયો (વિશ્વાસુને ઠગવા અંગે આ દૃષ્ટાંત બતાવ્યું.) અસત્ય સૌથી મોટું પાપ અહીં પાપ બે પ્રકારના છે - (૧) છુપું- ખબર ન પડે એવું અને (૨) સ્ફુટ-સ્પષ્ટ. (૧) ગોપ્યછુપું પાપ પણ બે પ્રકારે છે- (૧) નાનું અને (૨) મોટું. એમાં ખોટા માપ-તોલ ક૨વા વગેરે પાપ નાના છે, ને વિશ્વાસઘાત વગેરે કરવા એ મોટા પાપ છે. (૨) સ્ફુટ-(સ્પષ્ટ) પાપ પણ બે પ્રકારે છે(૧) કુલાચા૨થી થતું અને (૨) નિર્લજ્જ વગેરે થઇ કરાતું પાપ. એમાં કુલાચારથી પાપ-ગૃહસ્થોના આરંભ વગે૨ે (સ્નાન વગેરે કાર્યો ) છે. મ્લેચ્છોનાં હિંસા વગેરે છે. નિર્લજ્જતા વગેરેથી થતાં પાપસાધુવેશમાં થતી હિંસાવગેરે છે. એમાં આ નિર્લજ્જતાવગેરેથી પાપ (પ્રવચન ઉડ્ડાહ) શાસનહીલના વગેરેમાં કારણ બનવાથી જીવને અનંત સંસારી પણ બનાવી શકે. કુલાચા૨થી થતાં સ્ફુટ પાપમાં અલ્પ કર્મબંધ છે, પણ છુપી રીતે કરાતા પાપમાં તીવ્રતર કર્મબંધ છે. કેમ કે એ પાપ અસત્યથી સભર છે. મન-વચન-કાયા આ ત્રણેથી સેવાતું અસત્ય તો સૌથી માટું પાપ છે. કેમ કે એવા અસત્યથી ભરાયેલાઓ જ છુપી રીતે પાપ કરતા હોય છે. અસત્યનો ત્યાગી ક્યારે પણ છુપા પાપ કરતો નથી. વળી, જેઓ અસત્યમાં પ્રવૃત્ત છે, તેઓ પાપપ્રત્યેની સૂગ વિનાના નિઃશૂક બની જાય છે અને એકવાર નિશૂકતા ૧૩૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy