SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણ જઇએ....એના આગ્રહથી માતા પાછી પાટણ આવી. ઉત્સવપૂર્વક ત્યાં પ્રવેશ્યા. પછી ત્યાં જ વસવાટ કર્યો. ઘરે રહીને જ ધંધો શર કર્યો. ‘લાછલદેવી' ને પરણ્યો. પછી પિતાએ દાટેલું (= નિધાન) ધન મળવું વગેરે કારણોથી કરોડપતિ થયો. ત્રણ પુત્રો થયા. પણ પાછા દુર્ભાગ્યથી બધું ધન જતું રહેવાથી પત્નીને પુત્રો સહિત પિયર મોકલી પોતે મણિયારની દુકાને નોકરીએ રહ્યો. મણિઓ ઘસવાનું કામ કરવા માંડ્યું. બદલામાં એક માપ (= અમુક વજન જેટલા) જવ મળે. પોતે જ એ પીસે, પકાવી ને ખાય. કહ્યું જ છે કે જે લક્ષ્મી સ્નેહ અને પ્રેમથી ખોળે રાખનારા સાગર (પિતા) અને માધવ (= વિષ્ણુપતિ)ને ત્યાં પણ સ્થિર રહી નથી, તે બીજા ખર્ચ કરનારાઓના ઘરે તો કેવી રીતે સ્થિર રહે? એકવાર પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ પાસે ઇચ્છાપરિમાણ (= આટલાથી વધુ ધનની મારે ઇચ્છા રાખવી નહીં) એ વ્રત ગ્રહણ કરતી વખતે પોતે એકદમ ઓછી રકમ ધારી. ત્યારે જ્ઞાની ગુરુ ભગવંતે એટલી ઓછી રકમની ના પાડતા છેવટે ગુરુ ભગવંતની સલાહથી જ નવ લાખ સોનામહોર જેટલો નિયમ લીધો અને એને અનુરૂપ બીજી વસ્તુઓ અંગે નિયમ લીધો. વધારે આવક થાય તે ધર્મમાં વાપરવાનું નક્કી કર્યું. ધીમે ધીમે પાંચ સિક્કા કમાયો. એક બકરી ભરવાડ પાસેથી પાંચ સિક્કામાં ખરીદી લીધી. પછી એ બકરીના કંઠે લટકતા પથ્થરને નિલમ તરીકે ઓળખી લઇ એમાંથી લાખલાખના મૂલ્યવાળા મણિઓ બનાવ્યા. આથી ફરીથી પૂર્વવત્ ધનવાન થયો. ફરીથી પરિવાર ભેગો થયો. એના ઘરે રોજ સાધુ ભગવંતોને એક ઘડો ઘી વહોરાવાતું હતું. એ રોજ સાધર્મિક વાત્સલ્ય કરતો. એણે રોજ માટે સદાવ્રત ચાલુ કર્યા. તથા રોજ દેરાસરમાં મહાપૂજા વગેરે સુકતો કરવા માંડ્યો. દર વર્ષે સકળ શ્રીજૈનસંઘની બે વાર પૂજા કરવી, અનેક ગ્રંથ લખાવવા, દેરાસરોમાં જીર્ણોદ્ધાર કરાવવા, નવી પ્રતિમાઓ ભરાવવી વગેરે સુકતો કર્યા. એમ સુકતો કરતાં કરતાં એ ચોર્યાશી વર્ષના થયા. જિંદગીનો છેલ્લો સમય આવી ગયો. એમને પોતાના સુકૃતો નોંધેલો ધર્મખાતાનો ચોપડો (સુકૃત અનુમોદના માટે) સંભળાવવામાં આવ્યો. એમાં ભીમપ્રિય(ભીમદેવ) રાજાની મુદ્રાવાળા કુલ અઠ્ઠાણું લાખ દ્રવ્યનું સુકત થયેલું સાંભળી આભડે ખિન્નતાથી કહ્યું-અરેરે! મેં કૃપણે પૂરા એક કરોડ દ્રવ્ય પણ વાપર્યા નહીં. આ સાંભળી એમના પુત્રોએ તરત જ દસ લાખ દ્રવ્ય સુકૃતમાં વાપરી કુલ એક કરોડ આઠ લાખનું સુકૃત કરી દીધું ને ઉપરાંતમાં બીજા ‘આઠ લાખ દ્રવ્ય વાપરશું” એમ માન્ય કર્યું. (એથી સંતોષ પામેલા) આભડ છેલ્લે અનશન કરી સ્વર્ગે ગયા. (હતાશ નહીં થવા અંગે આ આભડનું દૃષ્ટાંત કહ્યું.) ધીરતા - સંતોષ જ શ્રેષ્ઠ મિત્રો છે. જો પૂર્વભવે કરેલા ખોટા કામોના કારણે અશુભ કર્મ ઉદયમાં આવે તો આપણી કે બીજાની મતિ ફરે, અથવા સંજોગો બદલાઇ જાય. તેથી આવેલી ગરીબીના કારણે ફરીથી પૂર્વવત્ સમૃદ્ધિ ન પણ મળે, છતાં ધીરતા રાખવી જોઇએ; કેમ કે આપત્તિનો સાગર તરી જવા માટે ધીરતા જ શ્રેષ્ઠ નૌકા સમાન છે. અથવા તો કોના બધા દિવસો સરખા ગયા છે? કહેવાયું જ છે- અહીં (આ સંસારમાં) કોણ હંમેશા સુખી રહ્યો છે? કોના લક્ષ્મી અને પ્રેમ વગેરે સ્થિર રહ્યા છે? કોણ મૃત્યુનો કોળિયો નથી બન્યો? કોણ વિષયોમાં આસક્ત નથી થયો? આવી વિષમ પરિસ્થિતિમાં બધા સુખના મૂળરૂપ સંતોષનું આલંબન લેવું જોઇએ. જો સંતોષ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૨૭
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy