SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ એથી આપણને પણ પાપ લાગે નહીં. આજ યુક્તિથી ભૂતકાળના અનંત ભવોમાં મમત્વાદિ ભાવથી પોતાના માનેલા ઘર, શરીર, કુટુંબ, ધન, શસ્ત્ર વગેરે બધાને વિવેકીએ વોસિરાવી દેવા જોઇએ, જેથી એ બધાથી સંભવિત પાપોનો પોતે ભાગીદાર બને નહીં. (આને પુગળ-વોસિરાવવાની ક્રિયા પણ કહે છે.) જો આ રીતે વોસિરાવી દે નહીં, તો એ બધાથી થતાં પાપોનો પોતે પણ ભાગીદાર બનવાથી પોતાને અનંત ભવે પણ છુટકારો થાય નહીં. આ વાત આગમમાન્ય નથી એમ નથી, એટલે કે આગમમાન્ય જ છે; કારણકે ભગવતી સૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશકમાં શિકારી હરણને હણે, ત્યારે શિકારીને તો હિંસાનું પાપ લાગે જ છે; પણ એ શિકારમાં વપરાયેલા ધનુષ્ય, બાણ, ધનુષ્યની દોરી, એમાં વપરાયેલું લોખંડ વગેરે પૂર્વે જે જીવના શરીરાદિરૂપ હતા, તે જીવોને પણ હિંસાઆદિ ક્રિયા (અને તજૂજન્ય પાપ) બતાવ્યા છે. ક્યારેય પણ હતાશ થવું નહીં... વળી ક્યારેય પણ કેટલુંક આર્થિક નુકસાન વગે૨ે થાય એટલામાત્રથી હતાશ-નિરાશ થવું જોઇએ નહીં. કેમકે નિરાશાનો અભાવ(=ઉત્સાહ) જ લક્ષ્મીનું મૂળ છે. કહેવાય જ છે- (૧) સારા વ્યવસાય (= પ્રયત્ન)વાળો, (૨) કુશળ, (૩) ક્લેશ (કષ્ટ)ને સહન કરી લેવા તૈયાર અને (૪) સારી રીતે ઉદ્યમમાં લાગેલો માણસ પાછળ પડે, પછી લક્ષ્મી કેટલી દૂર જઇ શકશે? (અર્થાત્ ટુંકા ગાળામાં પ્રાપ્ત થશે જ.) વળી જ્યાં થોડું પણ ધન કમાવવું હોય, ત્યાં કેટલુક જાય પણ ખરું. ખેડૂતને બીજ નાશ પામ્યા પછી જ ધાન્ય પ્રાપ્ત થાય છે. દુર્ભાગ્યથી બહું મોટું આર્થિક નુકસાન ખમવું પડે તો પણ દીનતા કરવી જોઇએ નહીં, પરંતુ ધર્મ વધારવો આદિ શ્રાવક યોગ્ય પ્રતિકાર કરવા જ ઉદ્યત થવું. કહ્યું જ છેકરમાયેલું વૃક્ષ પણ ઉગે છે. ક્ષય પામેલો ચંદ્ર પણ વૃદ્ધિ પામે છે. આમ વિચારતા સજ્જનો વિપદાથી પણ સંતાપ પામતા નથી.વિપત્તિ અને સંપત્તિ એ મોટાઓને જ સંભવે છે. ક્ષય અને વૃદ્ધિ ચંદ્રની જ થાય છે, તારા-ગ્રહોની નહીં. હે આમ્રવૃક્ષ! ફાગણ મહીનાનાં કારણે (= પાનખરના કારણે) મારી આ શોભા અચાનક કેમ જતી રહી?(= પાંદડાઓ ખરી પડ્યા) એમ વિચારી તું કેમ વિલખું પડે છે, (વિલખું પડ નહીં, કેમ કે) વસંતઋતુ આવશે કે તરત જ તારી એ શોભા અવશ્ય ફરીથી આવવાની છે. ભાગ્યનું ચક્ર સ્થિર નથી, ફર્યા કરે છે. તેથી ગયેલું ધન પાછું આવી શકે છે. આ બાબતમાં દુષ્ટાંત બતાવે છે. આભડ શેઠનું દૃષ્ટાંત પાટણમાં શ્રીમાલી શ્રીનાગરાજ શેઠ કરોડપતિ હતા. એમની પત્નીનું નામ મેલાદેવી હતું. એ ગર્ભવતી હતી, ત્યારે જ ‘વિશૂચિકા’ નામના રોગથી શેઠ મરી ગયા. ત્યારે ‘અપુત્રનું ધન રાજાનું’ (એ વખતે ઘરમાં પતિ કે પુત્ર એક પણ ન રહે, તો એ ઘરનું બધું ધન રાજાનું થઇ જતું) એ ન્યાયથી રાજાએ બધું ધન લઇ લીધું. મેલાદેવી પિયર ધોળકા ચાલી ગઇ. ત્યાં ‘અમારિ’ (જીવદયા) નો દોહદ થયો. પિતાએ દોહદ પૂરો કરાવ્યો. જન્મેલા પુત્રનું નામ ‘અભય’ રાખ્યું. પણ લોકેામાં એ ‘આભડ’ તરીકે પ્રસિદ્ધ થયો. પાંચ વર્ષનો થયો. બીજા બાળકોની સાથે ભણતા એ બાળકો નબાપો = ‘બાપ વગરનો’ એમ ટોણો મારવા માંડ્યા. તેથી આભડે માતાને આગ્રહ કરી પોતાના પિતા અંગે પૂછ્યું. માતાએ પિતાની સમૃદ્ધિ, મોત, રાજાએ ધન હર્યું... વગેરે બધી વાત કરી. તેથી આભડે આગ્રહ કર્યો- ચાલો આપણે પણ ૧૨૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy