SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ મકાન ગમે તેટલું મોટું હોય, એનો દરવાજો તો નાનો જ હોવાનો ! ગાડી ગમે તેટલી લાંબી હોય, એને જોડાયેલું એન્જિન નાનું જ હોવાનું ! શરીર ગમે તેટલું મોટું હોય, એમાં ધબકી રહેલ હૃદય નાનું જ હોવાનું ! જીવનને સદ્ગુણોથી હર્યું-ભર્યું બનાવી દેવું છે ? એક નાનકડા સત્કાર્યથી એની શરૂઆત કરી દો. બની શકે કે સત્કાર્યનો ખૂલતો આ નાનકડો દરવાજો જ તમને સદ્ગુણોના વિરાટ મહેલમાં પ્રવેશ કરાવી દે ! મૅચમાં અમ્પાયર હોવો જ જોઈએ, કુસ્તીના ખેલમાં રેફરી હોવો જ જોઈએ, કોર્ટમાં ન્યાયાધીશ હોવો જ જોઈએ, દેશમાં કાયદો હોવો જ જોઈએ. પણ મારા ખુદના જીવનમાં કોઈ અમ્પાયાર, રેફરી, ન્યાયાધીશ કે કાયદાનું નિયંત્રણ હોવું જ જોઈએ એ સ્વીકારવાની મારી કોઈ તૈયારી નથી.
SR No.008937
Book TitleShikhar Sathe Vato
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size618 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy