SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ HT|||||||||||||||T ૪૦) r[li[ [ [r[ G[ r[ T[ r[ | સામી વ્યક્તિના અપરાધ બદલ એને ક્ષમા આપી દેવી, એને માફી માં આપી દેવી એ એક પ્રકારની મૂર્ખાઈ હોય એવું નથી લાગતું? જો કિ આપણને એણે નુકસાનીમાં ઉતારી જ દીધા છે તો પછી એને ક્ષમા ત્રિ || શું કામ? એને માફી શું કામ? Eg||||||||||| 리리리리리리리리리리리리리리리리리 ચિંતન, સામી વ્યક્તિના અપરાધ છતાં ય એને ક્ષમા આપી દેવાની બહાદુરી એકાદ વાર પણ તું દાખવી તો જો ! એકાદ વાર પણ સામાને માફ કરી દેવાની ઉદારતા તું દર્શાવી તો જો ! તને ખ્યાલ આવી જશે કે કરોડ રૂપિયાનું દાન આપી દેવું એક વાર સરળ છે પરંતુ સામી વ્યક્તિને ક્ષમાનું દાન કરવું એ તો ભારે કઠિન છે, મુશ્કેલ છે, કષ્ટદાયક છે ! | તને યાદ અપાવી દઉં કે ક્ષમાની ગંગાનું ઉદ્ગમસ્થાન તો પ્રેમની ગંગોત્રી છે. જો હૃદય પ્રેમસભર જ નથી તો ક્ષમાનું દાન એ અશક્યપ્રાય જ છે. - તું જવાબ આપ. હૃદયને જીવો પ્રત્યેના પ્રેમથી સભર રાખવું એ શું મૂર્ખાઈ છે? પાગલપન અને કાયરતા છે? જો એમાં તું હા પાડીશ તો તારે આ જગતના તમામ સજ્જનોને, સંતોને યાવત્ પરમાત્માને પણ મૂર્ખ માનવા પડશે! તારું હૃદય એ માટે તૈયાર છે ખરું? બાકી સાચું કહું? ક્ષમાશીલ માણસ તો એવો કૂપણ છે કે જે ક્ષમાના બધા જ ફાયદાઓ પોતે જ ઉઠાવે છે. ચિત્તની પ્રસન્નતા એ ક્ષમાનો જો પ્રથમ નંબરનો ફાયદો છે તો મનનું હળવાપણું એ ક્ષમાનો બીજા નંબરનો ફાયદો છે. મૈત્રીભાવને અભયદાન એ ક્ષમાનો જો ત્રીજા નંબરનો ફાયદો છે તો સમાધિ અકબંધ એ ક્ષમાનો ચોથા નંબરનો ફાયદો છે. નિશ્ચિત સદ્ગતિગમન એ ક્ષમાનો ૯૩
SR No.008930
Book TitleMaja Aavi Gai
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy