SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ = = = = = DOSONGS DOES “ગાવિનિમયનાજ્ઞા તે, યાયાવર સાથવો સર્વથા ય, ઉપાયશ્વ સંવર: " હંમેશ માટે પ્રભુ ! તમારી હેય અને ઉપાદેય વિષયક આજ્ઞા એ છે કે આશ્રવ સર્વથા હેય છે, સંવર ઉપાદેય છે. | હેય = છોડવા લાયક, ઉપાદેય = આચરવા યોગ્ય. કષાય, યોગ, હિંસા, જુઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ વગેરે અઢાર પાપસ્થાનકોની પ્રવૃત્તિ એ બધા આશ્રવ છે. આ આશ્રવનો નિરોધ એ સંવર છે, એટલે મહાવતો, સંયમ, તપ વગેરે સંવર છે અને ઉપાદેય છે. એટલે ઉત્તમ દ્રવ્યોથી પ્રભુની પૂજા વગેરે દ્રવ્યપૂજા કે દ્રવ્યભક્તિ છે. ઉગ્ર સંયમ તપનું પાલન એ પરમાત્માની ભાવપૂજા છે. ભાવપૂજાએ મુક્તિનું અનંતર કારણ છે. દ્રવ્યપૂજા એ મુક્તિનું પરંપર કારણ છે. દ્રવ્યપૂજાથી કર્મોનો ક્ષયોપશમ પ્રાપ્ત થતા ભાવપૂજાની પ્રાપ્તિ થાય છે અને તેથી મોક્ષ મળે છે. દ્રવ્યપૂજા એ ભાવપૂજાનું કારણ છે. દ્રવ્યપૂજા એ શ્રાવકોને હોય છે ભાવપૂજા સાધુઓને હોય છે. શ્રાવકોને ભાવપૂજા પણ સંભવે છે કેમકે તેઓ પણ સામાયિક-પ્રતિક્રમણ, પૌષધાદિ કરે છે. તથા પરમાત્માની સ્તવના, વંદના, જાપ, સ્તોત્રપાઠ કરે છે. તે બધુ ભાવપૂજા છે. પરમાત્માની ઉત્તમ દ્રવ્યોથી પૂજા વગેરે કરે છે એ દ્રવ્યપૂજા છે. સાધુઓને પુષ્પાદિનો સ્પર્શ પણ કલ્પતો નથી. તેથી સાધુઓને દ્રવ્યપૂજાનો નિષેધ છે. પણ પરિપૂર્ણ અહિંસામાં નથી પ્રવર્તી શકતા તેવા શ્રાવકો માટે દ્રવ્યપૂજા યોગ્ય જ છે. છે. “अकसिणपवत्तगाणं विरयाविरयाणं एस खलु जुत्तो। संसारपयणुकरणो दव्वथए कूवदिटुंतो ।" Sense. (૮૨) ૧૭. . ) e = = = = = = SONGS DOGS = == અપૂર્ણ પ્રવર્તક એટલે પરિપૂર્ણ અહિંસાદિનું પાલન નહી કરી શકનારા આરંભાદિકમાં રહેલ વિરતાવિરતા એટલે શ્રાવકોને સંસારને પ્રતનુ (અલ્પ) કરનાર એવો આ દ્રવ્યસ્તવ કૂવાના દષ્ટાંતથી ઉચિત છે. અહીં કૂવાનું દ્રષ્ટાંત આ પ્રમાણે છે તૃષાની શાંતિ તથા મેલને દૂર કરવા પાણીની જરૂરિયાત છે. આ પાણીની જરૂરિયાત માટે લોકો કૂવો ખોદે છે. અહિ કૂવો ખોદતા શ્રમના કારણે ઘણી તૃષા લાગે છે. ધૂળ વગેરેથી શરીર અને વસ્ત્રો પણ વધુ મલિન થાય છે. થાક લાગે છે આમ છતા કૂવો ખોધ્યા પછી જે પાણી મળે છે તેનાથી હંમેશ માટે તૃષા શાંત થાય છે. અને વળી શરીર અને વસ્ત્રની મલિનતા પણ દૂર થાય છે. તથા સ્નાન વગેરેથી થાક ઉતરે છે. તૃષાતુર અને મલિન શરીરવાળા માટે તૃષા અને શરીર-વસ્ત્રાદિની મલિનતા વધારનાર કૂવો ખોદવાનો શ્રમ અનુચિત નથી પણ પછીથી વિપુલ પ્રમાણમાં પાણીની પ્રાપ્તિથી હંમેશ માટે તૃષા શાંત થવાના અને મેલ દૂર થવાના, થાક ઉતરવાના કારણે એ પ્રવૃત્તિ અત્યંત ઉચિત છે. એ જ રીતે સંસારના આરંભ-સમારંભના આશ્રવ કરનાર શ્રાવકોને પણ જિનમંદિર નિર્માણ, પ્રતિમાનિર્માણ, જિનપૂજા વગેરે દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ દ્વારા ચારિત્રબહુમાન પ્રભુબહુમાનના ઉત્તમ ભાવો તથા એ દ્વારા ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમથી સંયમની પ્રાપ્તિ થતા સંપૂર્ણ પાપારંભોનો ત્યાગ થાય છે, કર્મની નિર્જરા થાય છે આત્માની મલિનતા ઘટે છે. તેથી વિરતાવિરત એવા શ્રાવક માટે દ્રવ્યસ્તવ દ્રવ્યભક્તિ ઉચિત જ છે. આશ્રવનો સંપૂર્ણ ત્યાગ કરનાર એવા સાધુને તો પુષ્પાદિની સ્પર્શના પણ ઉચિત ન હોવાના કારણે દ્રવ્યસ્તવ (દ્રવ્યપૂજા) ઉચિત નથી. તેઓને ભાવપૂજા જ હોય છે. અહિ એ પણ વિશેષતા ધ્યાનમાં રાખવાની છે SubsN® (૮૩) ગse Weer Werb (68) ek ben
SR No.008929
Book TitleRushabh Jinraj Muz Aaj din Aatam Bhalo
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2008
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size267 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy