SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાગ-દ્વેષના સહાયક मिथ्यादृष्ट्यविरमणप्रमादयोगास्तयोर्वलं दृष्टम् । तदुपगृहीतावष्टविधकर्मबन्धस्य हेतू तौ ।।३३ ॥ અર્થ : મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને મન-વચન-કાયાના યોગ, આ ચાર તે રાગ-દ્વેષના ઉપકારી છે, તે મિથ્યાત્વાદિથી ઉપગૃહિત રાગ અને દ્વેપ આઠ પ્રકારના કર્મબંધના હેતુ બને છે. વિવેચન : રાગ દ્વેષનું સહાયકમંડલ! આ સહાયકમંડલના સહારે રાગ-દ્વેષ, આત્મભૂમિને કર્મોનું જંગલ બનાવી રાખે છે. એકલા રાગ દ્વેષ કર્મબંધના કારણ બની શકતા નથી. અરે, આ સહાયકમંડલથી જ એમનું અસ્તિત્વ છે! જો સહાયકમંડલ નહીં, તો રાગ-દ્વેષ નહીં. આવો; એ રાગ-દ્વેષના સહયોગી-ઉપકારી મંડલનો પરિચય કરાવું. (૧) આ બિહામણી....રાક્ષસાકૃતિ જે છે, તેમનું નામ છે મિથ્યાત્વ. એનું કાર્ય છે સુદેવ-સુગરું અને સદ્ધર્મ પર રાગ નહીં કરવા દેવાનું. કુદેવ-કુગુરુ અને કુધર્મ પર રાગ કરાવવાનું. જિનોસ્કૃત તત્ત્વો પર આત્મા શ્રદ્ધાવાન ન બને એનું આ મિથ્યાત્વ પૂરું ધ્યાન રાખે છે. (૨) બીજી છે અવિરતિ. રૂપે-રંગે ખૂબસૂરત! સહુ કોઈ મોહિત થઈ જાય એવું એનું આકર્ષણ છે..... મહાજાલિમ આ સ્ત્રી છે..... સમગ્ર દેવલોક પર એનું પ્રભુત્વ છે! સમગ્ર નરકલોક પર એનું સામ્રાજ્ય છે..... મનુષ્યલોક પર પણ એનો જાદુ ગજબ છે. હિંસાદિ પાપોનો એ ત્યાગ નથી કરવા દેતી. કોઈ વ્રત-નિયમ કે પ્રતિજ્ઞા નથી કરવા દેતી. હેયનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર નથી કરવા દેતી. રાગ-દ્વેષની આ પ્રબળ સહાયક સ્ત્રી છે! (૩) આ નિરાંતે નસકોરાં બોલાવતા પોઢી રહ્યા છે તે પ્રમાદભાઈ! એમનું કામ ઘણું વ્યાપક છે..... ક્ષેત્ર ઘણું વિશાળ છે. રાગ-દ્વેષને પૂર્ણ સહયોગ આપી આઠ પ્રકારના કર્મબંધનું મહાન્ કાર્ય સંપન્ન કરાવનાર પ્રમાદભાઈ બોલવામાં ખૂબ મીઠા છે! દેશકથા, રાજકથા, સ્ત્રીકથા અને ભોજનકથાઓનો તો તેઓ ભંડાર છે. ભૌતિક વિષયોના આકર્ષણની સીમા જ નહીં. પાંચે ઇન્દ્રિયો સાથે સ્વચ્છંદ વિહાર કરવામાં પાવરધા અને ઊંધવાનું પાર વિનાનું! રાગ-દ્વેષના જિગરજાન દોસ્ત છે. (૪) ચોથા નંબરમાં છે યોગ. જ્યાં સુધી આ યોગ-બાબુ મિથ્યાત્વ અવિરતિ અને પ્રમાદના મંડળમાં રહે છે ત્યાં સુધી તેઓ રાગ-દ્વેષના દૃઢ વફાદાર For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy