SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨. કણકર્તાતિ* જેનું આચરણ રોજ કરવાનું હોય છે તે “ચરણ” કહેવાય છે. જેનું આચરણ પ્રયોજન ઉપસ્થિત થતાં કરવામાં આવે તેને “કરણ' કહેવાય છે. દા.ત. પિંડવિશુદ્ધિ. ગોચરી આદિ ગ્રહણ કરતી વેળા જ પિંડવિશુદ્ધિનો ઉપયોગ રાખવો પડે, એ સિવાયના કાળમાં નહીં. મોક્ષાર્થી એવા મુનિવરો માટે કરવા યોગ્ય કર્તવ્યોને કરણ કહેવાય છે. તે ‘કરણ'ના ૭૦ પ્રકારો બતાવવામાં આવ્યા છે. આ કરણસપ્તતિનું પાલન “ચરણ-સપ્તતિના પાલનમાં સહાયક છે. પિંડવિશુદ્ધિ : ૦૪ પિંડ વિશુદ્ધિ : સમિતિ : ૦૫ ૧. પિંડ (આહાર-પાણી) ભાવના : ૧૨ ૨. મકાન (શમ્યા) પ્રતિમા : ૧૨ ઇન્દ્રિયનિરોધ : ૦૫ ૩. વસ્ત્ર પ્રતિલેખના : ૨૫ ૪. પાત્ર ગુપ્તિ : ૦૩ આ ચાર વસ્તુઓ ગ્રહણ કરતાં સાધુઅભિગ્રહ : ૦૮ સાધ્વીએ ૪૨ દોષોનો ત્યાગ કરવાનો હોય કુલ : ૭૦ સમિતિ : ૧. ઇસમિતિ : વ્યસ-સ્થાવર જીવોને અભય આપવાની પ્રતિજ્ઞા કરનાર સાધુપુરુષોએ નીચે જોઈને ચાલવું જોઈએ. કોઈ જીવ પગ નીચે હણાય નહીં તેનો ઉપયોગ રાખીને ચાલવું જોઈએ. ૨. ભાષા સમિતિ : પાપયુક્ત ભાષા ન બોલવી. સત્ય છતાં અપ્રિય ભાષા ન બોલવી. સર્વજીવહિતકારી અને અસંદિગ્ધ ભાષા બોલવી જોઈએ. ૩. એષણા સમિતિ : નિર્દોષ ભિક્ષાની ગવેષણ કરવી. સાધુજીવનમાં ઉપયોગી ઉપકરણ, ઉપાશ્રય, પાટ-પાટલા વગેરેની નિર્દોષ ગષણા કરવી. ૪. આદાનનિક્ષેપ સમિતિ : આસન, વસ્ત્ર, પાત્ર, દંડ આદિ આંખોથી જઈને, ઉપયોગપૂર્વક લેવાં જોઈએ અને મૂકવાં જોઈએ. પ. પારિષ્ઠાપનિકા સમિતિ ઃ મળ-મૂત્ર, લેખ, અનુપયોગી અન્ન પાનવસ્ત્રાદિનો નિર્જીવ ભૂમિ ઉપર ઉપયોગપૂર્વક ત્યાગ કરવો જોઈએ. ૨૦૨, શ્લોક : ૯૬ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy