SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચરણ-સપ્તતિ ૬. વૃદ્ધની સેવા ૭. સમાન સમાચારી (આચારદ્ધપતિ) વાળા સાધુઓની સેવા ૮. સંઘ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાની સેવા ૯. કુળની સેવા. ઘણા સજાતીય ગચ્છોના સમૂહને કુળ કહેવાય છે.]. ૧૦. ગણની સેવા. ઘણાં કુળોના સમૂહને ગણ કહેવાય! નવ પ્રકારની બ્રહ્મ-ગુપ્તિ: ૧. વસતિ : સ્ત્રી, પશુ અને નપુંસક વિનાના સ્થાનમાં સાધુએ રહેવું જોઈએ. ૨. સ્ત્રીકથા : બ્રહ્મચારીએ સ્ત્રીઓ સાથે એકાંતમાં વાતો ન કરવી જોઈએ. એવી રીતે સ્ત્રીવિષયક વાતો બીજાઓ આગળ ન કરવી જોઈએ. ૩. આસન : સ્ત્રીઓ સાથે બ્રહ્મચારીએ એક આસન ઉપર ન બેસવું જોઈએ. સ્ત્રી જે જગાએ બેઠી હોય, એ જગા ઉપર બે ઘડી (૪૮ મિનિટ) સુધી ન બેસવું જોઈએ. ૪. સ્ત્રીનાં અંગોપાંગ જોવાં નહીં કે એનું ચિંતન કરવું નહીં. ૫. સ્ત્રી-પુરુષ દિંપતી)નો વાર્તાલાપ સાંભળવો નહીં. ૬. ગૃહસ્થ જીવનમાં કરેલી સ્ત્રી સાથેની ક્રીડાઓ યાદ ન કરવી. ૭. બ્રહ્મચારીએ અતિ સ્નિગ્ધ (ઘી-દૂધવાળું) ભોજન ન કરવું. મધુરાદિ રસયુક્ત ભોજન ન કરવું. ૮. લુખ્ખ પણ ભોજન અધિક ન કરવું જોઈએ. ૯. પોતાના શરીર સ્નાન, વિલેપન વગેરે ન કરવાં, શણગાર ન કરવો. ત્રણ જ્ઞાનાદિ : ૧. જ્ઞાન : જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન અવબોધ. ૨. દર્શન : જીવ-અજીવાદિ નવ તત્ત્વોની શ્રદ્ધા, ૩. ચારિત્ર : સર્વપાપપ્રવૃત્તિઓના જ્ઞાન-શ્રદ્ધાપૂર્વક ત્યાગ. બાર પ્રકારના તપ : ૧. અનશન. ૨. ઊણોદરી ૩. વૃત્તિસંક્ષેપ ૪. રસત્યાગ ૫. કાયક્લેશ ૬. સંસીનતા ૭. પ્રાયશ્ચિત્ત ૮, ધ્યાન ૯, વૈયાવચ્ચ ૧૦. સ્વાધ્યાય ૧૧. કાયોત્સર્ગ ૧૨, વિનય. ચારક્રોધાદિ : ૧. ક્રોધ ૨. માન ૩, માયા, અને ૪. લોભનો નિગ્રહ, For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy