SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કષાયોના વિપાક स क्रोधमानमायालोभैरतिदुजयैः परामृष्टः । प्राप्नोति याननार्थान् कस्तानुद्देष्टुमपि शक्तः ।।२४ ।। અર્થ : અતિ દુર્જય એવા ક્રોધ, માન, માયા અને લોભથી પરિભૂત થયેલ |કષાય પરવશ થયલો જીવ જે આપત્તિઓનો ભોગ બને છે, તે આપત્તિઓ અનર્થો, ને નામમાત્રથી પણ કહવા કોણ સમર્થ છે! વિવેવન : કપાયોના હાથે કરારી હાર ખાધેલા જીવાત્માઓની દુર્દશાનો વિચાર કયો છે? ત્રણ ભુવન પર પ્રભુત્વ ધરાવતા કપાયોએ આ સંસારમાં કાળો કેર વરતાવ્યો છે. સંસારમાં પરિભ્રમણ કરતા જીવા કષાયોના જ સહારે જીવન જીવતા હોય છે... “એમના વિના જીવન જીવી જ ન શકાય!' એવી કપાયોની આધીનતા સ્વીકારીને જીવો બેફામ રીતે ક્રોધ-માન-માયા અને લોભ કરતા રહે છે.. ભલે એના પરિણામે અતિ ભયંકર વેદનાઓ ભોગવવી પડે! એ દુઃખો, વંદનાઓ અને યાતનાઓ ભોગવતા જીવો, એમાં કષાયોને અપરાધી સમજતા નથી! કષાયોના પાપે હું દુઃખી છું, આપત્તિમાં છું...' આ વાત ત માનવા જ તૈયાર હોતા નથી. કપાયોએ જાણે જીવો પર કામણ કર્યું ન હોય, તેમ જીવાં કપાયોને પોતાના હિતકારી...પોતાને સુખકારી જ માને છે અને દુઃખોના દાવાનળ વચ્ચે પણ તેઓ કષાયને જ વળગી રહે છે! જીવાને પોતાનાં દુઃખોનું, આપત્તિઓનું કારણ બીજા જીવો જ દેખાતા હોય છે. ફલાણા માણસ મને દુઃખી કર્યો.... અમુક વ્યક્તિએ મને દુઃખી કર્યો...” બસ, દુઃખનું દોષારોપણ અન્ય જીવા પર કરવાનું! એ કરીને પુનઃ કપાયાની જ શરણાગતિ! “એણે મને દુઃખી કર્યો છે, હું પણ એને નહીં છોડું...' આવો ક્રોધ કપાય! મને એ શું સમજે છે? મારું અપમાન જોઈ લઈશ એને... બરબાદ કરી દઈશ.' આવો માન કષાય! “એવાં અને ફસાવું... એવી સિફતથી એને જાળમાં ફસાવું... મને એ જિંદગીપર્યત યાદ કરી જાય...' આવો માયા કપાયા એની બધી જ સંપત્તિ પડાવી લઉં. સંપત્તિનો માલિક હું બની જાઉં...' આવો લાભ કપાય! કપાયના વિચારો, કપાયયુક્ત વચનો અને કપાયભરપૂર પ્રવૃત્તિઓ અને મીઠી લાગે, પ્રિય લાગે..... કરવા જેવી લાગે! એ કરતો જાય છે અને દુઃખી થતો જાય છે; ઘોર અનર્થોના શિકાર બની જાય છે..... For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy