SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૩૮. પ્રશમરતિ શ્રી મલયગિરિ કહે છે : જ્યાં સુધી મન-વચન-કાયાના યોગ હોય ત્યાં સુધી લેશ્યા હોય જ. “યો નિમિત્તા ઍરા' Tલેશ્યા કર્મ-નિમિત્તક નથી. ઘાતી કર્મનિમિત્તક નથી તેમ અઘાતી કર્મનિમિત્તક પણ નથી. તેરમા ગુણસ્થાનકે ઘાતકર્મ નથી, છતાં લેક્ષા હોય છે! ચદમાં ગુણસ્થાનકે જાતીકર્મ છે છતાં લેણ્યા નથી! અર્થાત્ પરિપાનુમાનથી યોગાન્તરગ૯ દ્રવ્યરૂપ લેશ્યા માનવી જોઈએ, શ્રી સિદ્ધસેન પણિ કહે છે : મનોયોગના સહયોગથી ઉત્પન્ન થતા પરિણામ તે લેગ્યા છે. કાળા-નીલ વગેરે વર્ષો દ્રવ્યલેશ્યા છે. ભાવલેશ્યા તે કાળા વગેરે રંગવાળાં દ્રવ્યોના નિમિત્તે ઉત્પન્ન થતા પરિણામ છે. એ પરિણામ કર્મબંધની સ્થિતિનું નિર્માણ કરે છે. શ્રી હેમચન્દ્રસૂરિજી કહે છે કે યોગના પરિણામ તે લેગ્યા છે. ત્રણેય યોગ (મન-વચન-કાયાના) કર્મોદયજન્ય છે, માટે વૈશ્યાઓ કર્મોદયજન્ય અને યોગજન્ય માનવામાં વાંધો નથી. શ્રી “અનુયોગદ્વારસૂત્રની ટીકામાં તેઓ એક બીજી માન્યતા પણ બતાવે છે : આઠ કર્મોના ઉદયથી જેમ સંસારીપણું અને અસિદ્ધત્વ છે તેમ વેશ્યાઓનું અસ્તિત્વ પણ છે. દિગંબરાચાર્ય પૂજ્યપાદ કહે છે કે કષાયોદયથી રંગાયેલી યોગ પ્રવૃત્તિ એ જ ભાવલશ્યા છે, માટે લેગ્યા દયિકભાવ છે. અકલંકદેવની પણ આ જ માન્યતા છે. છ લેશ્યાઓમાં ભેદ લેશ્યા અંગેનું વિવેચન વિશેષ રીતે ત્રણ આગમસૂત્રોમાં મળે છે : ૧. ભગવતી સૂત્ર ર. પ્રજ્ઞાપના સૂત્ર, અને ૩. ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી ભગવતી સૂત્રમાં અને પ્રજ્ઞાપના સૂત્રમાં પંદર પ્રકારે-પંદર દ્વારોથી વેશ્યા ઉપર વિવેચન થયેલું છે, તેની દ્વારગાથા આ પ્રમાણે છે : परिणाम-वन-रस-गन्ध-सुद्ध-अपसत्थ-संक्लिठुण्हा । गई-परिणाम-पएसो-गाह-वग्गणाट्ठाणमप्पवहुं ।। મ૦ શ૦ ૪ ૩૦ ૧૦ ૧૦ ૧| qUU T૦ ૧૭/ ૩૦ ૪ ૦ ૧T ૧. પરિણામ, ૨. વ ૩. રસ ૪. ગબ્ધ છે. શુદ્ધ ૬. અપ્રશસ્ત ૭. સંક્લિષ્ટ ૮. ઉષ્ણ ૯, ગતિ ૧૦. પરિણામ ૧૧. પ્રદેશ ૧૨. અવગાહના ૧૩, વર્ગણા ૧૪. સ્થાન ૧૫. અલ્પબદુત્વ. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy