SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨. યંતઘર્મ પર યતિ એટલે શ્રમણ, સાધુ, મુનિ, યતિએ જેવી રીતે પાંચ મહાવ્રતોનું જીવનપર્યંત પાલન કરવાનું હોય છે, તેમ આ દશ પ્રકારના ધર્મનું પણ પાલન કરવાનું હોય છે. મહાવ્રતોના પાલનમાં આ યતિધર્મનું પાલન સહાયક છે, તેમ યતિધર્મના પાલનમાં મહાવ્રતો પૂરક બને છે. શ્રી પ્રવન સારોદ્ધાર' ગ્રંથના આધારે અહીં યતિધર્મના દશ પ્રકારો બતાવવામાં આવે છે : ૧. ક્ષમા : સર્વથા ક્રોધનો ત્યાગ, શક્તિ હોય કે ન હોય, સહનશીલતાનો અધ્યવસાય અખંડ રાખવાનો. ૨. માર્દવ ઃ મૃદુતા, નમ્રતા, સ્વ-ઉત્કર્ષનો ત્યાગ કરવાનો કોઈ અપમાન કરે તો પણ પર-અપકર્ષ નહીં કરવાનો. ૩. આર્જવ : માયાનો ત્યાગ. સરલતા. મનમાં ય માયા નહીં રાખવાની. વચન અને કાયાને પણ સરળ રાખવાની, ૪. મુક્તિ : તૃણાનો વિચ્છેદ, લોભનો ત્યાગ. બાહ્ય અને અત્યંતર વસ્તુઓમાં તુણા નહીં રાખવાની. નિલભી બનવાનું. ૫. તપ : શરીરની ધાતુઓને તપાવવી અર્થાત્ ક્ષીણ કરવી, અથવા કમનો ક્ષય કરવાં. બાહ્ય અને અત્યંતર બાર પ્રકારનો તપ કરવાનો. ૬. સંયમ : આશ્રવોથી વિરામ. મિથ્યાત્વ, અવિરતિ, કષાય; યોગ અને પ્રમાદ-આ પાંચ આશ્રવનાં દ્વાર બંધ કરવાનાં. ૭. સત્ય : મૃષાવાદનો ત્યાગ. પ્રિય, પથ્ય અને તથ્ય વાણી બોલવાની. અપ્રિય, કુપથ્ય અને વિતથ નહીં બોલવાનું. ૮. શૌચઃ સંયમનું-મહાવ્રતોનું નિરતિચાર પાલન, મહાવ્રતોને શુદ્ધ રાખવાં, દાંથી મલિન થવા ન દેવાં, એ શૌચ છે. ૯, આકિંચન્ય : મમત્વરહિતપણું, ધન, શરીર અને ધર્મોપકરવામાં પણ મમત્વ નહીં રાખવાનું, આસક્તિ નહીં રાખવાની. ૧૦. બ્રહ્મ : બ્રહ્મચર્યની નવ વાડોના પાલન સાથે જનનેન્દ્રિયનો સંયમ રાખવો. અબ્રહ્મના સેવનનો ત્યાગ. ૧૮૨. લોક નં. ૧ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy