SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષમાયાચના ૫૧૩ દોષરહિત ગ્રન્થરચના કરવાનું મારું ગજું નથી..પ્રમાદવશ ભૂલો રહી જવાના સંભવ છે; પરંતુ તમે એ ભૂલોની ઉપેક્ષા કરજો અને ગુણોને ગ્રહણ કરજો! જ તમે દોષો જોઈને એની આલોચના કરવામાં તમારા ચિત્તને વ્યગ્ર કરશો તો, આ પ્રશમરતિ માંથી ગુણ ગ્રહણ કરીને “પ્રશમસુખ મેળવવાનો પુરુષાર્થ નહીં કરી શકો. પ્રશમસુખનો આસ્વાદ નહીં માણી શકો.' ક્યારેક વ્યક્તિષી અને ગુણષી વિદ્વાનો, જેમના પ્રત્યે તેઓને બંધ હોય છે તેમના રચેલા ગ્રન્થોમાંથી ભૂલો ન હોવા છતાં ભૂલોનું ઉદુભાવન કરીને કટુ આલોચના કરતા હોય છે. આવા માણસો શાસ્ત્રજ્ઞાની હોઈ શકે, પરંતુ “સર્જન' ન હોઈ શકે, સજ્જનો તો ક્ષીર-નીર ન્યાયે ગણો જ ગ્રહણ કરતા હોય છે. ગ્રહણ કરેલા ગુણોથી જ સતત અને સમગ્રપણે પ્રશમસુખ માટે પ્રયત્નશીલ બની શકાય છે. દોષદૃષ્ટિવાળો માણસ ક્યારેય પ્રશમસુખ અનુભવી શકતો નથી. આ જીવનમાં પ્રશમસુખ જ મેળવવા માટે ઝઝૂમવાનું છે. માટે ગ્રન્થકારે ગ્રન્થના પ્રારંભમાં પણ કહ્યું છે : दृढतामुपैति वैराग्यभावना येन येन भावन। तस्मिन् तस्मिन् कार्य: कायमनोवाम्भिरभ्यासः ।।१६।। વૈરાગ્યભાવના એટલે પ્રશમ! છેલ્લે પણ એ જ વાત દોહરાવે છે-“સર્વાત્મના च सततं प्रशमसुखायैव यतितव्यम्।' ક્ષમાયાચનો यच्चासमंजसमिह छन्दःशब्दसमयार्थतो मयाभिहितम् । पुत्रापराधवत्तन्मयंतव्यं बुधैः सर्वम् ।।३१३ ।। અર્થ : આ પ્રશમરતિમાં મેં જે કંઈ છંદશાસ્ત્ર-શબ્દશાસ્ત્ર અને આગમ-અર્થની દૃષ્ટિએ અસંગત કહ્યું હોય તેને, પ્રવચનવૃદ્ધાએ, પુત્રના અપરાધને જેમ પિતા ક્ષમા કરે છે, તેમ બધું ક્ષમા કરવું જોઈએ. વિવેચન : હે કરુણાવંત, આજના આ શુભ-શુભ્ર પ્રભાતે તમારાં ચરણે ભક્તિપૂર્ણ હૃદયે પ્રણિપાત કરું છું. આજે મારા હૈયે પ્રેમ, શાન્તિ અને માધુર્ય ઊભરાય છે. કારણ કે સહુ મુમુક્ષુઓ ઉપશમરસમાં ઝીલતા રહીને શક અને વિવાદથી મુક્ત બને, આસક્તિ અને અભિમાનનાં આવરણો ચીરી શકે, સર્વ પ્રકારની દુર્બળતાઓ ફેંકી દઈ શકે, એટલા માટે કરેલી પ્રશમરતિ' ની રચનાનું કાર્ય પૂર્ણ કર્યું છે. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy