SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષ નહીં તો દેવલોક! ૪૯૩ ૬. સંપત્તિનો અભાવ : ક્ષમાદિ ગુણોને આધ્યાત્મિક સંપત્તિ નથી! ગુણોનો વૈભવ નથી! બુદ્ધિનો વૈભવ નથી.. ગુફાની દૃષ્ટિએ દરિદ્રતા છે અને બુદ્ધિની અપેક્ષાએ પણ નિર્ધનતા છે. તો પછી સર્વ કર્મનો નાશ કેવી રીતે થઈ શકે? ૭. ચિત્તની વ્યગ્રતા સૌથી મોટું અને સૌથી પ્રબળ કારણ તો આ છે! ચિત્ત જ સ્વસ્થ નથી રહેતું. કર્મોનો નાશ કરવા માટે ચિત્તની સ્વસ્થતા-સમાધિ તો જોઈએ જ. એ ન હોય અને સાધુ અનેક બાહ્ય ક્રિયાઓ કરે, છતાં કર્મય ન જ થાય. ૮કર્મોની પ્રબળતા : જીવના જ્ઞાનાવર, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય કર્મો જો અતિ પ્રબળ હોય અર્થાત નિકાચિત હોય તો તે કેવી રીતે છૂટે? એ કર્મોના દુશ્મભાવો નીચે રહેલો આત્મા કર્મક્ષયનો મહાન પુરુષાર્થ કેવી રીતે કરી શકે? આ નિકાચિત કર્મો સાધકની આરાધનામાં વિક્ષેપઅતિચારો પેદા કર્યા જ કરે છે. આ બધા કારણોથી મારો મોક્ષ ન થાય તો હું મરીને કઈ ગતિમાં જઈશ?' આ ચિંતા મનમાં નથી થતીને? ના કરશો ચિંતા. મુનિરાજ, તમે દેવલોકમાં જ જશો. તમારા હૈયે મોક્ષમાર્ગે ચાલવાની તમન્ના છે, જિનવચનાનુસારી સંયમનો પક્ષપાત છે, સમ્યગદર્શનનો દીપક સળગી રહ્યું છે. તો તમે દેવલોકમાં જ જવાના. તે પણ વ્યંતર દેવલોકમાં નહીં, ભવનપતિ-દેવલોકમાં નહીં, જ્યોતિષદેવલોકમાં નહીં, પરન્તુ વૈમાનિક દેવલોકમાં જવાના. પછી ભલે તમે સૌધર્મ-દેવલોકથી અશ્રુત-દેવલોક સુધીના બાર દેવલોકમાંથી ગમે તે દેવલોકમાં જાઓ! નવ ગ્રેવેયક દેવલોકમાંથી ગમે તે રૈવેયકમાં જાઓ, કે પાંચ અનુત્તર-દેવલોકમાંથી ગમે તે અનુત્તર દેવલોકમાં જાઓ! દેવલોકમાં તમને દિવ્ય ઋદ્ધિ મળશે. શ્રેષ્ઠ પરિવાર મળશે. તેજસ્વી શરીર મળશે. સમચતુરસ્ત્ર સંસ્થાનવાળો દેહ મળશે. પ્રકૃષ્ટ કોટિનાં ભૌતિક સુખી પ્રાપ્ત થશે..આ બધું મળવા છતાં તમારા હૃદયમાં “વૈરાગ્યનો દીવો સળગતા રહેશે! તમે એ સુખોમાં ડૂબી નહીં જાઓ. દેવતાઈ સુખો ભોગવવા છતાં તમારું હદય અનાસક્ત રહેશે. તમારી આધ્યાત્મિક પ્રગતિ અટકશે નહીં. ૧૬૪, સંપત્તિનો અર્થ ટીકાકારે “ધનાદિ' કર્યો છે; આ અર્થ સાધુજીવનની અપેક્ષાએ ઘટતો નથી. જો કે બીજી પ્રતમાં “સમ્પત’ શબ્દ કારિકામાં જ નથી. એટલ, અહીં આધ્યાત્મિક અર્થ કર્યો છે. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy