SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૨ પ્રશમરતિ વિન : હે મુનિરાજ, કદાચ તમે આ મનુષ્ય-જીવનમાં તમારી મોક્ષયાત્રા પૂર્ણ ન કરી શકો, આઠય કમનો નાશ ન કરી શકો...તો નિરાશ ન થશો. તમે જો જિનપ્રવચન પ્રત્યે શ્રદ્ધાવાનું છો, મોક્ષમાર્ગનું તમને સ્પષ્ટ જ્ઞાન છે; મૂળ ગુણ (ચરણ) અને ઉત્તર ગુણ (કરણોના પાલનમાં જાગ્રત છો, પ્રમાદને પરિહરીને મહાત્મનુ, તમે જિનપ્રવચનને અનુસાર સમસ્ત સંયમક્રિયાઓ કરી રહ્યા છો...તો તમારે નિરાશા અનુભવવાની નથી. તમે નિષ્કપટ હૃદયથી તમારી તન-મનની શક્તિને અનુસાર સંયમ-યાત્રા કરતા રહો ! નિષ્કપટ ભાવે, શક્તિને ગોપવ્યા વિના, જિનાજ્ઞા મુજબ સંયમ-ધર્મની આરાધના કરું છું, છતાં મારાં સર્વ કર્મનાં બંધનો કેમ ના તૂટે? આ પ્રશ્નનો ઉત્તર ર૯૮ મી કારિકામાં ગ્રન્થકારે આપ્યો છે. તેઓએ આઠ કારÍ બતાવ્યાં છે. તમે આ આઠ કારણ સમજશો, તો હતાશામાંથી ઊગરી જશો. ૧. સંઘયણની દુર્બળતા : સર્વ કર્મોનાં બંધનો તોડનાર વીર પુરુષનું શરીર સુદઢ જોઈએ. શરીરનાં હાડકાંના સાંધા મજબૂત જોઈએ. અર્થાત્ ‘વજ ઋષભનારાચ' સંઘયણ જોઈએ. આવું સંઘયણ છે ખરું, તમાર? કદાચ આ સંઘયણ હાય તમાર છતાં ૨. આયુષ્યની અલ્પતા : જો તમારું આયુષ્ય ટૂંકું હોય, તો પણ તમે સર્વ કમનો નાશ ના કરી શકો! ધર્મધ્યાન ચાલતું હોય...હજુ શુક્લધ્યાનમાં પ્રવેશ ન થયો હોય, અને આયુષ્ય પૂરું થઈ જાય, મૃત્યુ થઈ જાય...તો કર્મક્ષયનું કાર્ય અધૂરું રહી જાય. માની લઈએ કે તમારું આયુષ્ય મોટું છે, છતાં ૩. શરીરની દુર્બળતા : તમારું શરીર દુર્બળ છે, તમારા શરીરમાં રોગ છે, તમે અશક્તિથી પીડાઓ છો, તો પણ સર્વ કર્મોનો ક્ષય નહીં કરી શકો. તમારું શરીર દુર્બળ નથી, રોગી નથી છતાં ૪. કાળની વિષમતા : તમે જો દુઃષમ કાળમાં-પાંચમા આરામાં છે તો એ કાળના પ્રભાવો તમારા પર પડવાના. કાળની પણ જીવો પર અસર પડતી હોય છે ને? દુમિ કા માં....અને, તેમાં જ્યારે તીર્થકરો નથી; અવધિજ્ઞાનીમન:પર્યવ જ્ઞાની જેવા પ્રત્યક્ષજ્ઞાની મહાપુરુષો નથી..તેવા કાળમાં તમે સર્વ કર્મોનો નાશ ના કરી શકો. પ. વીર્યની પરિહાનિ : સર્વ કર્મોનો ક્ષય કરવા માટે આત્માનું અપૂર્વ વીર્ય ઉલ્લસિત થવું જોઈએ. આ કાળમાં, શરીર અને સંઘયણની દુર્બળતામાં વિર્યસ્કુરણ થવું શક્ય નથી, પછી કર્મક્ષય કેવી રીતે થઈ શકે? For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy