SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४७४ પ્રશમરતિ ત્રણ થી સર્વથા મુક્ત આત્મા, સ્પર્શરહિત જુશ્રેણિ પ્રાપ્ત કરીને, વિગ્રહગતિરહિત, અંક જ સમયમાં અપ્રતિહત ગતિથી ઉપર જઈને જન્મ-જરા-મરણ-રોગથી સર્વથા મુક્ત બનેલો આત્મા લોકના અગ્રભાગે જઈને વિમલ એવા સિદ્ધિક્ષેત્રમાં સાકારોપયોગથી સિદ્ધ બને છે. વિવેચન : જેનું અસ્તિત્વ ચારેય ગતિમાં સર્વત્ર છે અને જીવના સંસારપરિભ્રમણનું જે મૂળ કારણ છે, તે શરીર અંગે કંઈક વિસ્તારથી સમજવું જોઈએ. અહીં મુખ્યતયા દ્રવ્ય નો પ્રકાશ, વર્મગ્રન્થટી અને તત્ત્વાર્થસૂત્ર આ ત્રણેય ગ્રન્થોના આધારે વિવેચન કરવામાં આવે છે. અલબત્ત, દેહધારી જીવો અનંત છે. દરેક જીવનાં શરીર ભિન્ન ભિન્ન હોવાથી શરીર પણ અનન્ત છે, પરંતુ તે તે શરીરની રચનાની દૃષ્ટિએ, કાર્યની દૃષ્ટિએ અને ગુણવત્તાની દૃષ્ટિએ શરીરોના પાંચ વિભાગ બતાવવામાં આવ્યા છે. જિનેશ્વરોએ પાંચ પ્રકારનાં શરીર કહ્યાં છે : ૧, ઔદારિક ર, વૈક્રિયા ૩. આહારક ૪. તેજસ ૫. કાર્પણ શરીરોની વ્યાખ્યા : ૧. ઉદાર' શબ્દ પરથી “આંદારિક' શબ્દ બન્યો છે. ઉદાર એટલે શ્રેષ્ઠ. આ શરીરની શ્રેષ્ઠતા તીર્થકરો અને ગણધરોનાં શરીરની અપેક્ષાએ સમજવાની છે. આંદારિક-વર્ગણાના શ્રેષ્ઠ પુદ્ગલોથી બનતા શરીરને ઔદારિફ શરીર કહેવામાં આવે છે. કર્મગ્રન્થની ટીકામાં, ઉદારનો અર્થ શરીરની ઊંચાઈ કરીને કહ્યું છે કે પાંચે શરીરમાં સહુથી વધારે ઊંચાઈ દારિક શરીરની હોય છે. કંઈક અધિક १४४. औदारिकं वैक्रियं च देहमाहारकं तथा। तेजसं कार्मणं चेति देहाः पञ्चोदिता जिनैः ।। [द्रव्य-लोकप्रकाशे] औदारिक-वैक्रियाहारकतैजसकार्मणानि शरीराणि । [तत्त्वार्थसूत्रे] १४५. यद्वोदारं सातिरेकयोजनसहस्रमानत्वाच्छेषशरीरापेक्षया बृहत्प्रमाणं, बृहत्ता चास्य वैक्रियं पति भवधारणीयसहजशरीरापेक्षया द्रष्टव्या। [प्रथम-कर्मग्रन्थ टीकायाम्] For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy