SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૭ પ્રશમતિ તાડવૃક્ષ ઘણું ઊંચું હોય છે. એની ટોચે પહોંચવું મુશ્કેલ કાર્ય હોય છે. ટોચ ઉપરની શાખાને તોડવી એ પણ કપરું કામ હોય છે. તેવી રીતે મોહનીય કર્મનો નાશ કરવાનું કામ પણ કપરું હોય છે. બારમા ગુણસ્થાનકે પહોંચવું કેટલું બધું અઘરું કામ છે? ઉત્તરોત્તર ગુણસ્થાનોની ઊંચાઈએ પહોંચવા માટે આત્મામાં અપૂર્વ બળ જોઈએ. શારીરિક બળ જોઈએ, માનસિક બળ જોઈએ અને આધ્યાત્મિક બળ જોઈએ. બળની સાથે બુદ્ધિ જોઈએ, જ્ઞાન જોઈએ. અપૂર્વ સાહસ દાખવીને જે આત્મા બારમા· ગુણસ્થાનકે પહોંચી જાય છે, તે મોહનીય-કર્મની શાખાને તોડી નાખે છે! પછી એ શું કરે છે, તે ગ્રન્થકાર બતાવે છે : छद्मस्थवीतरागः कालं सोऽन्तमुहूर्तमथ भूत्वा । युगपद् विविधावरणान्तरायकर्मक्षयमवाप्य ।।२६८ ।। અર્થ : અન્તર્મુહૂર્વે Jબે ઘડી| સુધી તે છદ્મસ્થ વીતરાગે ૧૨મા ગુણસ્થાનકે| રહીને, એક સાથે વિવિધ આવરણોનાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ) તથા અન્તરાય કર્મનો ક્ષય કરીને.. વિવેધન : વીતરાગ બનીને બે ઘડી જાણે વિશ્રામ લે છે! જો કે બીજું શુક્લધ્યાન ચાલતું જ હોય છે. ‘એકત્વ-વિતર્ક-અવિચાર' નામનું ધ્યાન કરતાં અનન્તગુણ શ્રુતજ્ઞાનમાં ઉપયુક્ત હોય પરંતુ અર્થ, વ્યંજન અને યોગની સંક્રાન્તિ ન હોય. જ્યારે આ ધ્યાનના બે જ સમય બાકી હોય છે ત્યારે, પહેલા સમયે દર્શનાવરણ કર્મની સત્તામાં રહેલી બે પ્રકૃતિ : ‘નિદ્રા’ અને ‘પ્રચલા' નો નાશ કરે છે. બીજા સમયે જ્ઞાનાવરણ, દર્શનાવરણે શેષ], અને અન્તરાય કર્મનો નાશ કરે છે. 12 ૧૨૭. ચક્ષુ-દર્શનાવરણ, અચક્ષુ-દર્શનાવરણ, અવધિ-દર્શનાવરણ, કુંવળ-દર્શનાવરણ. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy