SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અણગારની વિભૂતિ ૪૪૩ ડુબાડી દે તેવાં એ વર્ણનો છે. એમનાં નિવાસોનાં વર્ણન, એમનાં શરીરોના વર્ણન, એમની જીવન-પદ્ધતિનાં વર્ણન...એમનાં આયુષ્યનાં વર્ણન...એમની શક્તિઓનાં વર્ણન...બધું જ આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવું છે. એ બધું સાંભળીને કે ધર્મગ્રન્થોમાં વાંચીને ક્ષણભર મનુષ્યને એમ થઈ જાય કે “ત્યાં જો જઈ શકાતું હોય અને રહી શકાતું હોય તો હમણાં જ ત્યાં પહોંચી જાઉ!" આવાં શ્રેષ્ઠ ભોતિક સુખોને પણ મનુષ્ય, એક લાખથી ગુણે, બે લાખથી ગુણે....એમ કરતાં કરતાં એક ક્રોડથી ગુણે. બે ક્રોડથી ગુણે અને એક લાખ ક્રોડથી ગુણે.. તો એ સુખો કેટલાં બધાં વધી જાય? માત્ર કલ્પનાથી જ ગુણવાનાં છે! કેટલો મોટો ગુણાકાર આવે? સંખ્યાની દૃષ્ટિએ અને ગુણવત્તાની દૃષ્ટિએ એ ગુણાકાર કરેલાં સુખોની તમે કલ્પના કરી શકશો ખરા? એ કલ્પના જ કરી શકો તો જ તમને ધર્મધ્યાનની શ્રેષ્ઠ ભૂમિકાએ રહેલા મહાત્માઓના આન્તરસુખની કલ્પના આવી શકશે! તમે એટલો તો વિચાર કરો કે દેવલોકનાં એવા ગુણાકાર પામેલાં સુખો તેમની સામે દેખાતાં હોય...તે મેળવી શકે એમ હોય છતાં એ સુખોનું સૂક્ષ્મ પણ આકર્ષણ જેમને નથી હોતું. એ મહાત્માઓ પાસે કેવું સુખ હશે! દેવલોકનાં દિવ્ય સુખો કરતાં પણ ચઢિયાતું સુખ એમની પાસે હોવું જોઈએ, તો જ તેઓ દેવલોકનાં સુખોને અવગણી શકે! તેઓ દેવેન્દ્રોને પણ કહી દે છે: “તમારા સુખો અમારાં સુખોની તોલે ન આવી શકે. અમારાં સુખોના હજારમાં ભાગે પણ તમારાં સુખ ન આવી શકે...!' દેવેન્દ્રો એ મહાત્માનાં ગંભીર વચનો સમજી જાય છે અને એમનાં ચરણોમાં પોતાનાં મસ્તક ઝુકાવી દે છે. દેવેન્દ્રો, મહાત્માનાં આન્તર...આધ્યાત્મિક સુખોની કલ્પના કરી શકે છે ને એ સુખો તરફ લલચાઈ જાય છે. તેઓ મહાત્માની સમક્ષ પ્રાર્થના કરે છે : 'હે મહાત્મનું, તમે જે શાશ્વતું અને સ્વાધીન આન્તરસુખ અનુભવો છો, એવું સુખ અમને મળો..એ માટે અમને મનુષ્ય-જન્મ મળો. વીતરાગનું ધર્મશાસન મળો...ધર્મધ્યાનની કેડી મળો...” ધર્મધ્યાન'ના સતત અભ્યાસથી, રસ-ઋદ્ધિ અને શાતાના સર્વથા ત્યાગથી અને લબ્ધિઓ-શક્તિઓ તરફની ઉદાસીનતાથી અણગાર આવું સુખ અનુભવી શકે છે. અલબત્ત, એ સુખનું વર્ણન શબ્દોથી થઈ શકતું નથી. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy