SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૨ પ્રશમરતિ પ્રશંસા સાંભળવાની ઝીણી પણ કામના. અલબત્ત, સકલ જીવસૃષ્ટિ પ્રત્યે એમના હૃદયગિરિમાં વિશુદ્ધ મૈત્રીભાવનું ઝરણું અવશ્ય વહેતું હોય છે. કરુણાથી એમનું હૈયું ભીનું ભીનું જરૂર હોય છે...પરંતુ, અંદરથી અને બહારથી તેઓ નિબંધન હોય છે. રસનેન્દ્રિયની સૂક્ષ્મ પણ ઉત્તેજના તેમના મનમાં નથી હોતી. રસવૃત્તિ પર તેમણે વિજય મેળવેલો હોય છે. કોઈ પણ ઇન્દ્રિયના વિષયની રુચિ શેષ રહેતી નથી. આવા મહાસાધક આત્મામાં સ્વયંભૂ વિશિષ્ટ શક્તિઓ પ્રગટ થતી હોય છે. તેઓ ઇચ્છે તો આકાશગમન કરી શકે, તેઓ ઇચ્છે તો પોતાનાં અનેક રૂપ કરી શકે. તેઓ ઇચ્છે તો અવકાશમાંથી હીરા-મોતી વરસાવી શકે, તેઓ ધારે તો આકાશમાં ફૂલો ઉગાડી શકે. તેઓ ધારે તે ચમત્કાર સર્જી શકે. પરંતુ વીતરાગતા તરફ તીવ્ર ગતિએ ધસી જતા મહામુનિ...આવું કાંઈ જ ઇચ્છતા નથી કે કરતા નથી. દિવ્યશક્તિઓ પાસે હોવા છતાં એ શક્તિઓનો ક્યારે પણ ઉપયોગ કરતા નથી. કારણ કે, એ શક્તિના પ્રયોગો કરવા માટે સાધકને બહિર્ભાવમાં જવું પડે છે. પ્રશમરસના માનસરોવરમાંથી બહાર નીકળવું પડે છે...તે તો સાધકને કેમ પરવડે? એની તો પ્રશમરસમાં જ આસકિત હોય છે. એ વાત ન ભૂલશો કે આ આત્મસ્થિતિ, ધર્મધ્યાનની શ્રેષ્ઠ ભૂમિકાની હોય છે. “શુકુલધ્યાન'ની બહુ નિકટ પહોંચેલા મહાત્માની હોય છે. બાહ્ય જગત સાથેના તમામ સંબંધો છૂટી ગયા હોય અને આંતર જગતમાં જેમનો પ્રવેશ થઈ ગયાં હોય, આત્તરજગતમાં જેમને ફાવી ગયું હોય, તેવા મહાત્માઓની આંતરસૃષ્ટિનું આ વર્ણન છે. એ આંતરસૃષ્ટિના વિસ્મય પમાડનાર વૈભવનું વર્ણન ગ્રન્થકાર હવે કરે છે : શણગારની વિભૂતિ या सर्वसुरवरद्धिविस्मयनीयापि सातगारद्धेः । नार्यति सहस्रभागं कोटिशतसहस्रगुणितापि ।।२५७।। અર્થ : આશ્ચર્યકારી એવી દેવેન્દ્રની પણ ઋદ્ધિ વિભૂતિ) ને એક લાખ કરોડથી ગુણવામાં આવે તો તે અણગારની ઋદ્ધિના અંક હજારમાં ભાગ પણ નથી આવતી. વિવેચન : તમે દેવલોકના દેવોના વૈભવનું વર્ણન સાંભળ્યું છે? દેવેન્દ્રોની ઋદ્ધિ-સમૃદ્ધિનાં ચમત્કારી વર્ણન વાંચ્યાં છે ખરાં? અનુત્તર-દેવલોકના દેવોનાં વિસ્મયકારી વર્ણન સાંભળીને આભા બની ગયા છો ખરા? હા, આશ્ચર્યમાં For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy