SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૨ પ્રશમરતિ તમે ગમે તેટલું પ્રશમસુખ ભોગવા, એ ક્યારેય ખૂટી જવાનું નથી! આ સુખ આત્મા જેમ જેમ ભાગવતો જાય તેમ તેમ વધતું જાય છે. આ પ્રશમસુખની પ્રાપ્તિ થયા પછી, ભૌતિક-વૈષયિક સુખાની ઈચ્છા જ રહેતી નથી. અપૂર્વ અને અભુત પ્રશમસુખમાં નિમગ્ન આત્મા મોક્ષસુખની અનુભૂતિ કરતો હોય છે. આ વાત ગ્રન્થકાર પોતે કહી રહ્યા છે. અહીં જ મોક્ષ છે! निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् । विनिवृत्तपराशानामिहेव मोक्षः सुविहितानाम् ।।२३८ । । અર્થ : જેઓએ મદ અને કામ જીતી લીધા છે, જેઓ મન-વચન-કાયાના વિકારોથી મુક્ત છે, અને પર પદાથોની આશાઓ જેમની વિરામ પામી ગઈ છે, તેવા સુવિહિત શાસ્ત્રવિહિત વિધિના પાલક મુનિઓને અહીં જ વર્તમાન જીવનમાં મોટા છે. વિવેવન : હે મુનિરાજ! તમે અહીં જ-આ જીવનમાં જ મોક્ષસુખ અનુભવી શકો છો! તમે અહીં જ “મોક્ષ' સર્જી શકો છો તમારા આત્મા માટે! એ સર્જન કરવા માટે તમારે આટલો પુરુષાર્થ કરવો જોઈએ. ૧. તમારા મનને સ્વસ્થ કરજ, સ્વસ્થ રાખજો. તે માટે મદ અને મદન પર તમારે વિજય મેળવી લેવો પડશે. મનને અસ્વસ્થ-ચંચળ બનાવે છે. મદ અને મદન. માનવાસનાને અને કામવાસનાને આત્મામાંથી ખોદી-ખોદીને બહાર ફેંકવી પડશે. ૨. મનોવિકારોને દૂર કરવા પડશે. ઈર્ષા, દ્રોહ, મત્સર, અભિમાન.. આ બધા મનોવિકાર છે. સમ્યજ્ઞાનથી તમે આ વિકારોને દૂર કરી શકશો. ૩. વચનવિકારોને દૂર કરજો, તમારું જીવન જીવહિંસાપ્રેરક ન જોઈએ. તમારી વાણી કઠોર-કડવી ન જોઈએ, તમારું વચન અસત્ય ન જોઈએ. તમારે કરુણાભર્યા, કોમળ, મધુર અને સત્ય વચન બોલવાનો અભ્યાસ કરવો જોઈએ. ૪. કાયાના વિકારોને દૂર કરજો. તીવ્ર ગતિથી ચાલવું, દોડવું, કૂદવું...આ બધા કાયાના વિકારો છે. નિમ્પ્રયોજન ઊઠવું-બેસવું, હરવું-ફરવું વગેરે પણ કાયવિકારો છે. આ વિકારો ત્યજવા જોઈએ. ૫. પારકી આશાઓ ત્યજવી જોઈએ. તમારે ધન-ધાન્ય કે સોના-રૂપાની આશા તો રાખવાની જ ન હોય. માત્ર ભિક્ષાવૃત્તિથી જીવવાનું છે. ભિક્ષા પણ, જિનાજ્ઞા મુજબ ગ્રહણ કરવાની છે. કદાચ શુદ્ધ ભિક્ષા ન મળે તો તમારે For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy