SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧પ મોક્ષ ક્યારે? આ ભાવધર્મ અને ક્રિયાધર્મ, બેમાંથી એક પણ ધર્મની ઉપેક્ષા ન કરી શકાય. બંને પ્રકારના ધર્મમાં આ ધમાંના પાલનથી જ હું મોક્ષમાર્ગની આરાધક બની શકું. આ બે પ્રકારના ધમાંના યથોચિત પાલનથી જ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની આરાધક બની શકું. અર્થાત્ નિર્વાણને પામી શકું.” આ ધર્મોની આરાધનામાં સતત જાગૃતિ જોઈએ. એક સમયનો પણ પ્રમાદ ન કરી શકાય. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સાચું જ કહ્યું : 'મર્ચ યમ પHT હે ગતમ! એક સમયનો પણ પ્રમાદ ન કરીશ. ક્ષમા વગેરે દશ પ્રકારના મુનિધર્મના પાલનમાં જાગ્રત રહીને ક્રિયાત્મક ધર્મના પાલનમાં ઉદ્યમશીલ બન્યા રહેવાનું છે. યોગ્ય કાળે પ્રતિક્રમણની વિધિપૂર્વકનુભાવપૂર્વક ક્રિયા કરજો. જ્ઞાની ગુરુદેવની સમક્ષ તમને લાગેલા દોષોનું પ્રકાશન કરજો. ક દિવસ અને રાતના આઠ પ્રહારમાંથી પાંચ પ્રહર સ્વાધ્યાય કરજો. જ હૃદયમાં જીવદયાના ભાવને અખંડ રાખી વસ્ત્ર-પૌત્રાદિની પ્રતિલેખના કરજો. કરુણાભર્યા હૈયે વસતિનું પ્રમાર્જન કરજો. માર્ગે જતાં-આવતાં જીવરક્ષાનો ઉપયોગ રાખજો. આ રીતે ભાવધર્મ અને ક્રિયા ધર્મમાં શ્રદ્ધાપૂર્વક અપ્રમત્ત બનીને ઉદ્યમશીલ બનશો તો મોક્ષમાર્ગનું તમારું પ્રયાણ, તમારી મોક્ષયાત્રા નિર્વિને પૂર્ણ થશે. શ્રદ્ધામાંથી શક્તિ જન્મે છે અને જાગૃતિ ભૂલા પડવા દેતી નથી. આ રીતે ભાવધર્મ અને ક્રિયાધર્મની આરાધના કરતાં કરતાં ક્યારે મોક્ષયાત્રાનો અંત આવશે?એ પ્રશન જાગે છેને હૃદયમાં? ગ્રન્થકાર હવે એનો પ્રત્યુત્તર આપે છે. મોક્ષ કયારે? आराधनाश्च तेषां तिस्रस्तु जघन्यमध्यमोत्कृष्टाः । जन्मभिरष्टव्येकैः सिध्यन्त्याराधकास्तासाम् ।।२३३।। અર્થ : તેઓની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ-આ ત્રણ પ્રકારની આરાધના સિમ્યગદર્શનાદિની) હોય છે. તેમાં ક્રમશઃ આઠ, ત્રણ અને એક ભવમાં આરાધકો સિદ્ધિ પામે છે. મોક્ષ પામે છે... વિચૈન : સમ્યગુ દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના કરનાર આરાધકનું લક્ષ્ય હોય છે-સંપૂર્ણ વિશુદ્ધ આત્માની પ્રાપ્તિ. આત્માની શુદ્ધ, બુદ્ધ અને મુક્ત For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy