SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિથ્યાત્વ ૩૯૩ એ તત્ત્વાર્થ સૂત્રમાં મતિજ્ઞાનના સમાનાર્થક શબ્દો આપવામાં આવ્યા છે. મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિત્તા, અભિનિબોધ...અલબત્ત, આ શબ્દો સમાનાર્થક છે, છતાં સામાન્ય અર્થભેદ તો છે જ. વર્તમાન કાલવિષયક જ્ઞાનને મતિજ્ઞાન કહેવાય. પૂર્વકાળમાં અનુભવેલી વાત કે વસ્તુના સ્મરણને સ્મૃતિ કહેવાય. જ પૂર્વકાળમાં અનુભવેલી અને વર્તમાનમાં અનુભવાતી વસ્તુની એકતાના અનુસંધાનનું નામ “સંજ્ઞા' છે. * ભવિષ્યના વિષયની વિચારણાને ચિન્તા કહેવામાં આવે છે. જો કે અર્થભેદ હોવાથી મતિ-સ્મૃતિ-સંજ્ઞા અને ચિંતા પર્યાય શબ્દો ન કહેવાય, છતાં આ ચારેય જ્ઞાનનું અંતરંગ કારણ “મતિજ્ઞાનાવરણ કર્મનો. ક્ષયોપશમ” એક જ હોવાથી પર્યાય શબ્દો કહેવામાં આવ્યા છે. મતિજ્ઞાનના ચાર ભેદ :૧. અવગ્રહ ૨. ઇહા. ૩. અપાય, અને ૪. ધારણા, મતિજ્ઞાનના મુખ્ય ભેદ છે. અવગ્રહ : નામ, જાતિ વગેરેની વિશેષ કલ્પના વિના માત્ર સામાન્યનું જે જ્ઞાન, તે અવહ’ કહેવાય. દા.ત, પ્રગાઢ અંધકારમાં કંઈક સ્પર્શ થતાં આ કંઈક છે' એવું જ્ઞાન થાય છે. આ જ્ઞાનમાં એ માલુમ પડતું નથી કે કઈ વસ્તુનો સ્પર્શ થયો! એ અસ્પષ્ટ અવ્યક્ત જ્ઞાન તે અવગ્રહ. ઈઠા : અવગ્રહથી ગ્રહણ કરેલા સામાન્ય વિષયનો વિશેષરૂપે નિર્ણય કરવા જે વિચારણા થાય, તેને “ઈહા' કહેવાય. દા.ત. “આ સ્પર્શ શાન, સર્પનો કે દોરડાનો? આ દોરડાનો સ્પર્શ હોવો જોઈએ. જો સાપનો સ્પર્શ હોત તો તે લીસ્સો હોત. આ કર્કશ હતો....વગેરે. અપાય ઈહા દ્વારા ગ્રહણ કરેલા વિશેપ અર્થન કંઈક અધિક એકાગ્રતાથી જે નિશ્ચય થાય તેને “અપાય' કહેવાય. દા.ત. આવશ્યક તપાસ અને વિચાર કર્યા પછી નિર્ણય થાય છે કે આ દોરડું જ છે.” ધારણા : અપાયથી નિશ્ચિત થયેલા અર્થની સ્મૃતિ દ્વારા, સંસ્કાર અને સ્મરણ...આને ધારણા કહેવાય. આ ચાર ભેદ દરેક ઇન્દ્રિયના હોય અને મનના હોય. અર્થાત્ ઇન્દ્રિયજન્ય મતિજ્ઞાનના અને મનોજન્ય મતિજ્ઞાનના આ ચાર-ચાર ભેદ પડે. એટલે ૨૪ ભેદ થાય. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy