SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૨ પ્રશમરતિ મન:પર્યવજ્ઞાન : મનના પર્યાયો એટલે કે ધર્મો, તે ધર્મોનું જ્ઞાન તેને મન:પર્યવજ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાનના બીજા બે નામ છે. મન:પર્યયજ્ઞાન, અને મન:પર્યાયજ્ઞાન. આ ત્રણેય નામોનો વ્યુત્પત્તિની દૃષ્ટિએ નીચે પ્રમાણે અર્થ થાય છે : ૧. મન:પર્યવજ્ઞાન : પરિ' એટલે સર્વ પ્રકારે, “અવન' એટલે જાણવું. મનના ધર્મોને સર્વ પ્રકારે જાણવા. મનસંબંધી સર્વ પ્રકારે જાણવું. ૨. મન:પર્યયજ્ઞાન : “પરિ' એટલે સર્વ પ્રકારે “અય' એટલે ગમન-વેદન. મનના ધર્મોને સર્વ પ્રકારે જાણવા. ૩. મન:પર્યાયજ્ઞાન : પરિ' એટલે સર્વ પ્રકારે, “ઈ' એટલે ગમન-વેદન, મનોદ્રવ્યોને સર્વ પ્રકારે જાણવા. પર્યાય એટલે ભેદ, ધર્મો.. તેનું જ્ઞાન. કેવળજ્ઞાન : “એક, શુદ્ધ, પરિપૂર્ણ, અસાધારણ અને અનન્ત-આવું જે જ્ઞાન, તેને “કેવળજ્ઞાન' કહેવામાં આવ્યું છે. આ પાંચ જ્ઞાનમાં આભિનિબૌધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. આ બે જ્ઞાન, ઇન્દ્રિયો અને મનના માધ્યમથી આત્માને થાય છે માટે પરોક્ષ કહેવાય છે. આ બે જ્ઞાન આ રીતે નિમિત્તાપેક્ષ છે. જ્યારે અવધિ-મન:પર્યવ અને કેવળ-આ ત્રણ જ્ઞાનમાં ઇન્દ્રિયો અને મન માધ્યમ નથી બનતાં, તેથી તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. ____ एषामुत्तरभेदविषयादिभिर्भवति विस्तराधिगमः । एकादीन्येकस्मिन् भाज्यानि त्वाचतुर्थ्य इति ।।२२६।। અર્થ : આ જ્ઞાનના ઉત્તરભેદ અને વિષય વગેરેથી વિસ્તારથી જ્ઞાન થાય છે. એક જીવમાં એકથી લઈને ચાર જ્ઞાન સુધી વિભાગ કરવા જોઈએ. વિવેવન : આ પાંચ જ્ઞાનનો ઊંડો અને વ્યાપક બોધ પ્રાપ્ત કરવા માટે આ પાંચ જ્ઞાનના અવાજોર પ્રકારો, એ જ્ઞાનના વિષયો, એના સ્વામી, કાળ, વગેરે જાણવું જોઈએ. સર્વપ્રથમ “મતિજ્ઞાન'ના પ્રકારો અને એની વ્યાખ્યા આપવામાં આવે છે. ७३. पज्जवणं पज्जयणं पज्जाओ वा मणम्मि मणसो वा । तस्स व पज्जायादिन्नाणं मणपज्जवं नाणं ।। - विशेषावश्यक भाष्ये ७४. केवलमेग सुद्धं सगलमसाहारणं अणंतं च । - विशेषावश्यक भाष्ये ७५. होन्ति परोक्खाई मइ-सुयाइं जीवस्स परनिमित्ताओ। - विशेषावश्यक भाष्ये For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy