SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસાર-ભાવના. ૨૭૭ સ્ત્રી બનીને માતા પુત્રી. બહેન.. વગેરે રૂપો ધારણ કર્યા છે! મિત્રતાના સંબંધો કર્યા છે, શત્રુતાના પણ સંબંધો બાંધ્યા છે. પરંતુ કોઈ જ સંબંધ સ્થિર નહીં! જેમની સાથે મિત્રતાના સંબંધો હતા. તેમની જ સાથે મેં શત્રુતા કરી છે! જેમની સાથે શત્રુતા હતી, તેમની સાથે મિત્રતા કરી છે! અનંત સંસારના ઘોર ધસમસતા પ્રવાહના કિનારે ઊભો રહું છું...સ્કૂલ આંખો બંધ કરું છું. માત્ર જ્ઞાતા અને દૃષ્ટા બનું છું... શાસ્ત્રષ્ટિના માધ્યમથી સંસારપ્રવાહને જોઉં છું! અનન્ત-અનન્ત જીવોના સંબંધ-પરિવર્તન જોઉં છું. નથી રાગ થતો, નથી ટ્રેપ થતો.. સંબંધ-પરિવર્તનની વાસ્તવિકતાનો સ્વીકાર કરી લઉં છું, પછી રાગ-દ્વેષ કેવી રીતે થાય? આત્મભૂમિમાં વિરક્તિનાં ફૂલો ખીલી ઊઠે છે. કોઈ જ સંબંધ મનને બાંધી શકતો નથી. બધા જ સંબંધો એ અવસ્થામાં અળગા થઈને ઊભા રહી જાય છે. સંબંધોની કલ્પનામાં જે આંતરસુખનો સર્વથા અભાવ હતો, તે અભાવ દૂર થઈ ગયો.. સંબંધોની ગાંઠ ખૂલી ગઈ અને એની સાથે જ આંતર-સુખનાં મધુર સ્પન્દનોએ મને રસતરબોળ કરી દીધો. મન પોકારી ઊઠ્ય : હવે નવા કોઈ સંબંધો બાંધવા નથી, જૂના સંબંધોની ગાંઠો ખોલી નાંખવી છે. નિબંધન બની અદ્યતની આરાધનામાં લીન બનવું છે. જ્યાં કોઈ એક સ્વરૂપનો સંબંધ અતુટ નથી રહી શકતો, જનમ-જનમ એ સંબંધ અખંડ નથી રહી શકતો, ત્યાં સંબંધો બાંધીને દુઃખી જ થવાનું હોય છે. હું સંબંધોની ભ્રમણાઓમાં અસંખ્ય ભવોથી ભરમાયેલો રહ્યો. આ વર્તમાન જીવનમાં પણ એ ભ્રમણાઓ કાયમ રહી...પરિણામે મે આંતરસુખ ગુમાવી દીધું, આંતરશાન્તિ ગુમાવી દીધી. તીવ્ર રાગ-દ્વેષની પરિણતિમાં ફસાયો. સંબંધોની આળપંપાળમાં ન થયો પરમાત્મધ્યાનમાં નિમગ્ન, ન કરી તત્ત્વરમણતા અને ન બન્યો પરમબ્રહ્મમાં તલ્લીન. સંબંધોની આળપંપાળે મને ભેટ આપી ચંચળતાની, અસ્થિરતાની અને ક્લપિતતાની. સંબંધોના વળગાડે મને પાગલ બનાવ્યો, મૂર્ખ બનાવ્યો.. હું મૂર્ખ બનતો જ રહ્યો... હવે હું મારા અંતઃકરણને સર્વ સંબંધોનાં સર્વ બંધનોથી મુક્ત કરું છું. સંસારના બાહ્ય-વ્યવહારોમાં અતિ આવશ્યક હશે એટલા જ સંબંધ જાળવીશ. એ પણ માત્ર સંબંધનો દેખાવ હશે, માત્ર બાહ્ય આચર હશે. અલબત્ત, બીજા જીવો તરફનાં મારાં કર્તવ્યોનું હું યથાર્થ પાલન અવશ્ય કરીશ. બીજા જીવોનાં દુઃખ દૂર કરવાના શક્ય બધા પ્રયત્ન કરીશ, પરંતુ કોઈ સંબંધની છાપ મારા મન પર પડવા નહીં દઉં. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy