SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ! અલિપ્ત રહો! कल्याकल्प्यविधिज्ञः संविग्नसहायको विनीतात्मा । दोषमलिनेऽपि लोके प्रविहरति मुनिनिरुपलेपः ।।१३९ ।। અર્થ : કલ્પનીય અને અકલ્પનીયની વિધિને જાણનાર, સંવિગ્ન, સિંસારભીરૂ અને જ્ઞાન-ક્રિયાયુક્તા પક્ષની સહાયવાળો અને વિનીત મુનિ દોષોથી મલિન લોકમાં રહેવા છતાં પણ, પરહિત |રાગ-દ્વેષરહિત વિહરણ કરે છે. વિવેચન : મુનિરાજ! ખૂબ કાળજીપૂર્વક વિચરજો આ દુનિયામાં! દુનિયામાં પગલે પગલે દોષોના કાંટા પડેલા છે.... ખૂબ સાવધાનીથી ચાલજો, એક પણ કાંટો તમારા સંયમ-પગની પાનીને ભેદી ન નાંખે. ઠેર ઠેર રાગ-દ્વેષના કાદવ જામેલા છે, જો જો તમારા ચરણ રાગ-દ્વેષથી ખરડાય નહીં. આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેની ગવેષણા કરવા તમે ફરશો ત્યારે પાંચ ઇન્દ્રિયોના અનેક લોભામણા વિષયો તમારી સામે આવશે. તે જોઈને તમારે જરાયે લોભાવાનું નથી. પ્રિય વિષયો તરફ જરાય અનુરાગી બનવાનું નથી. અપ્રિય વિષયો તરફ જરાય હેપી બનવાનું નથી. તમારે તો મધ્યસ્થ જ રહેવાનું છે. મધ્યસ્થ આત્મા નવાં કર્મો બાંધતો નથી. જૂનાં બાંધેલાં કર્મોની નિર્જરા કરતો રહે છે. તમારે આ જ કામ કરવાનું છે. નવાં કર્મો બંધાય નહીં અની કાળજી રાખવાની છે અને જૂનાં કમોનો ક્ષય કરવાનો છે. મહાત્મા! તમે આવા મધ્યસ્થ અને નિર્લેપ ત્યારે જ બની શકવાના કે જ્યારે તમે ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગના જ્ઞાતા હશે. ઉગમ, ઉત્પાદન અને એપણાના દોપાનું તમને જ્ઞાન હોય. કલ્પનીય અને અકલ્પનીયનું શાસ્ત્રીયજ્ઞાન હોય અને ક્યારે.... કેવા સંયોગોમાં અપવાદમાર્ગનું અવલંબન લેવું જોઈએ, એનો બોધ હોય! આ માટે તમારે ઉત્સર્ગમાર્ગના અને અપવાદમાર્ગના આગમગ્રન્થોનું તલસ્પર્શી અધ્યયન કરવું જોઈએ. તમે સ્વયંજ્ઞાની હો ,પરંતુ જો તમારી સાથેના મુનિવરો ભવભીરૂ અને સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધનાના તીવ્ર અભિલાષી ન હોય, તો પણ તમારો માર્ગ કઠિન બની જવાનો. તમારા સહવર્તી મુનિવરો ભવભ્રમણથી ડરનારા હોવા જોઈએ. “જો હું અસંયમ આચરીશ, સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રની વિરાધના કરીશ તો હું ભવસાગરમાં ડૂબી જઈશ. મારે હવે ભવસાગરમાં ડૂબવું નથી. હવે એવી કોઈપણ પ્રવૃત્તિ નથી કરવી કે જે પ્રવૃત્તિના પરિણામે મારું સંસાર-પરિભ્રમણ વધી જાય.' આવા દ્રઢ સંકલ્પવાળા મુનિઓ જો For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy