SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૬ પ્રશમરતિ ધરાયો નહીં. એ વિષયોની મૃગતૃષ્ણામાં દોડતો રહ્યો... ભટકતો રહ્યો.....મરતો ને જનમતો રહ્યો.....હજુ અંત ન આવ્યો. આજે હું માનવ છું, મને માનવજીવન મળ્યું છે....આ જીવનમાં મારે એ અતૃપ્તિની આગ બુઝાવી દેવી છે-મને આ વિશ્વનું સમ્યગુદર્શન થયું છે. વિશ્વની યથાર્થતા સમજાઈ છે. મોક્ષમાર્ગનો અવબોધ પ્રાપ્ત થયો છે.....હવે હું એવો આંતર-બાહ્ય પુરુષાર્થ કરું કે મારા ભવભ્રમણનો અંત આવી જાય. આત્મા સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ જાય.' આ વિચારધારાને કેન્દ્રસ્થાને રાખી આત્મચિંતનના અનંત આકાશમાં ઊડતો રહેતો સાધક આત્મા સર્વપ્રથમ ત્રણ આંતરશત્રુ પર આક્રમણ કરે છે : રાગ પર આક્રમણ કરી રાગવિજેતા બને છે. પ પર આક્રમણ કરી ષવિજેતા બને છે. કામવાસના પર આક્રમણ કરી કામવિજેતા બને છે. ગ્રન્થકાર આચાર્યદેવે રાગ, કેપ અને કામને વરની ઉપમા આપી છે. આ અનાદિના જવર છે. “ટાઈફોઇડ’ અને ‘ન્યૂમોનિયા”ના જવર કરતાં પણ વધુ ખતરનાક આ ત્રણ વર છે. લોકચિંતાનો ત્યાગી અને આત્મચિંતનનો અનુરાગી સાધક આ ત્રણ વરને દૂર કરવા જીવનપર્યત ઉપચારો કરતો રહે છે. જ્વરના તાપમાં શેકાતો, અકળાતો, મનુષ્ય ક્ષણભર પણ ખુશી અનુભવતો નથી. આ ત્રણ ત્રણ જવરના સખત તાપમાં તડફડતો જીવાત્મા કેવી રીતે થોડી ક્ષણો માટે પણ પ્રસન્નતા અનુભવી શકે? સ્ત્રીરાગમાં દિવસ-રાત તરફડતા અને બળતા માણસોની બેચેની તમે શું નથી જોઈ? ધનરાગમાં અકળાતા અને વેદનાની ચીસો પાડતા માનવીઓની દયનીય સ્થિતિ તમે શું નથી જોઈ? તનરાગમાં વ્યાકુળતા અનુભવતા અને આંસુ સારતા મનુષ્યોની બેહાલી તમે શું નથી જોઈ? I અપયશ,પરાજય, પરાભવ અને અપમાનથી ધૂઆંપૂંઆ થતા.. રોપથી પાગલ બની જતા...ભાન ભૂલી જતા માણસોની છાતી ચીરી નાંખતા ચિત્કારો તમે નથી સાંભળ્યા? ઉદ્દીપ્ત વાસનાઓને પરવશ પડી...તવ્ર કાવ્યથાથી વ્યાકુળ બની...નિઃસાર અને નિઃસત્ત્વ બની કમોતે મરતા જીવોને તમે નથી જોયા? આપણા જીવે પણ અનંત જન્મોમાં આ દારુણ વેદનાઓ ભાંગવી છે. હવે જો એ વેદનાઓથી છૂટવું છે, એ જીવલેણ જ્વરોથી મુક્તિ પામવી છે તો લકચિંતાનો ત્યાગ કરી દઈએ અને આત્માની વિભાવદશા તથા સ્વભાવદશાના ચિંતન-મનનમાં ઓતપ્રોત બનીએ તો જ સ્વસ્થતાપૂર્વક જીવી શકાય. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy