SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેવા સાધુ સ્વસ્થ રહે? संत्यज्य लोकचिन्तामात्मपरिज्ञानचिन्तनेऽभिरतः । जितरोषलोभमदनः सुखमास्ते निचरसाधुः ।।१२९ । । ગર્ચ : લોકની સ્વિજન પરિજનની ચિંતા છોડીને આત્મજ્ઞાનના ચિંતનમાં અભિરત રહેનાર, રાગ-દ્વેષ તથા કામને જીતનાર અને તેથી નીરોગી બનેલો સાધુ સ્વસ્થ રહે છે. ઉિપદ્રવરહિત જીવે છે.' વિવેચન : જે આત્મસાધક સ્વજન-પરિજનોની ચિંતા છોડી દે છે, અને આત્મચિંતનમાં અભિરત રહે છે તે જ આત્મસાધક સ્વસ્થ રહે છે. જે સ્વજનપરિજનોનો ત્યાગ કરી પોતાના આત્માનું કલ્યાણ સાધવા મહાનું ચારિત્રધર્મના માર્ગે ચાલી નીકળ્યો છે તેણે પોતાનાં એ સ્વજન અને પરિજનોનાં દુઃખ, દરિદ્રતા અને દુર્ભાગ્યની ચિંતા ન કરવી જોઈએ. એ સ્વજનોની સ્મૃતિ પણ ન કરવી જોઈએ. મારા માતા-પિતા વગેરે નિધન થઈ ગયા છે...દરિદ્રતાએ એમને ભરડો દીધો છે.....એમનું શું થતું હશે? મારાં એ સ્વજનો રોગગ્રસ્ત થઈ ગયાં છે. આષધોપચાર કરાવવાની તેમની શક્તિ નથી.... શું થશે એમનું? મારા એ મિત્રો આર્થિક સંકટમાં ફસાયા છે.....સાથે સાથે રાજ્યના અપરાધી બન્યા છે....શું થશે એમનું?” આવી ચિંતાઓથી સાધકે મુક્ત રહેવું જોઈએ. મારાં એ સ્વજનો કોઈ પુણ્યકાર્ય કરતા નથી.... નથી દાન દેતા, નથી તપ કરતા નથી પરમાર્થ-પરોપકારનાં કાર્યો કરતા એમનું ભવાંતરમાં? શું તેમની દુર્ગતિ થશે? નરકમાં જશે?' આવી ચિંતા પણ સાધકે નથી કરવાની, એણે એ સ્વજન-પરિજનોને ભૂલી જવાનાં છે. મનને આ બધી વ્યર્થ ચિંતાઓથી મુક્ત રાખવાનું છે. પરંતુ આવી પરિચિંતા કરવાની ટેવ આજકાલની નથી, અનાદિકાલીન છે. અનાદિકાલીન કુટેવોથી મુક્ત બનવાનો પ્રયત્ન કેવો પ્રબળ જોઈએ? એ પ્રયત્નમાં કેવું સાતત્ય જોઈએ? પ્રબળ અને સતત પ્રયત્નથી જ એ કુટેવોથી માનવી છૂટી શકે. તે પ્રયત્ન છે આત્મચિંતનનો આત્મવિષયક ચિંતનમાં મનને ઓતપ્રોત કરી દેવાનું. આ અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતા મારા આત્માએ કેવાં દારુણ શારીરિક અને માનસિક દુ:ખો અનુભવ્યાં છે? વૈષયિક સુખોમાં નિરંતર રાચતો જીવાત્મા ક્યારેય તૃપ્ત થયો નહીં, સદાનો અતૃપ્ત ને અતૃપ્ત....ક્યારેય એ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy