SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માની રક્ષા કરો ૧૮૯ અપ્રિયની કલ્પનામાં જીવાત્મા પ્રગાઢ રાગ-દેપ કરીને જે અસંખ્ય... અનંત પાપકર્મ બાંધે છે એ પાપ કમ એ જીવાત્માને ભીષણ ભવસાગરમાં ફેંકી દે છે. કરોડા દુર્ગતિઓમાં અપાર વેદનાઓ સહન કરતા જીવાત્મા દીન-હીન અને જડવત્ બની જાય છે. - જો એ ઈષ્ટ્ર-અનિષ્ટની, પ્રિય-અપ્રિયની, કલ્પનાઓથી મુક્ત થાય, રાગઢેબની પ્રચુરતાથી મુક્ત થાય, તો પાપકર્મોનાં બંધનથી છૂટી જાય. જીવનમાં નવાં પાપકર્મ બંધાતાં અટકી જાય, ઓછાં થઈ જાય, એ નાનોસૂનો લાભ નથી, મહાત્ લાભ છે. આ વાત માત્ર સાંભળવાની કે વાંચવાની જ નથી, આ વાત ઉપર મનુષ્ય ગંભીર ચિંતન કરવાનું છે. ગહન અનુપ્રેક્ષા કરવાની છે. ગ્રંથકાર મહર્ષિ આ વાતને ગંભીરતાથી વિચારવાની પ્રેરણા આપે છે. ૧. વિષયોની અવસ્થાઓ સ્થાયી નથી, પરિવર્તનશીલ છે. ૨. વિપયવિરાગથી પાપકર્મો બંધાતાં નથી. ૩. ‘પાપરહિતતા' મોટો લાભ છે! આ ત્રણ વાતો ઉપર ગંભીર ચિંતન કરવું જોઈએ. જો આપણે ખરેખર આત્મશાન્તિ ચાહતા હોઈએ, જે આપણે દુઃખ-ત્રાસ અને વેદનામાંથી મુક્તિ ઇચ્છતા હોઈએ તો આપણે મનના છીછરા કુવાને ખોદીને ઊંડો કરવો પડશે! મનના કુવામાંથી અસત્ વિચારોના કીચડને બહાર ફેંકી દઈ એમાં સ્વચ્છ પાણીનો પ્રવાહ વહેતો કરવો પડશે..તો જ મન તત્ત્વચિંતન કરી શકશે. તસ્વાનુપ્રેક્ષા કરી શકશે. જીવાત્મા વિષય-રાગથી વિરામ પામે તો જ એ પાપકમાંના બંધથી બચે અને તો જ દુ:-ત્રાસ અને વેદનાઓ એનાથી અળગી રહે, આભારી રક્ષા કરી इति गुणदोपविपर्यासदर्शनाद्विषयमूर्छितो ह्यात्मा । भवपरिवर्तनभीरूभिराचारमवेक्ष्य परिरक्ष्या ।।११२।। અર્થ : આ પ્રમાણે ગુણ અને દાંપમાં વિપરીત દર્શન કરવાથી આત્મા વિષયોમાં આસક્ત બનેલા છે. સંસારપરિભ્રમણાથી ડરતા જીવોએ, “આચારાંગનું અનુશીલન કરીને એની આત્માની રક્ષા કરવી જોઈએ. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy