SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશમરતિ ૧૦૦ બોલવાં, તેને અસત્ય ભાષણ કહેવાય, મૃષાવાદ કહેવાય, જે પ્રિય, પથ્ય, અને તથ્ય બોલતા નથી તેઓ મૃષાવાદી છે. સાચું પણ અપ્રિય વચન ન બોલાય. સાચું પણ અહિતકારી વચન ન બોલાય. બોલવામાં જે મહાપુરુષો આટલા જાગ્રત હોય છે તેઓ મૃષાવાદવિરમણ મહાવ્રતના ધારક કહેવાય. ૩. ચોરી કરવાના આશયથી બીજાનું ધન પોતાનું કરી લેવું તેને પરધનહરણ કહેવાય. અદત્તનું ગ્રહણ કરવું તેને ચોરી કહેવાય. જે વસ્તુ જેની હોય તેની રજા વિના લે, જીવની પોતાની ઇચ્છા ન હોય છતાં એને ગ્રહણ કરે, તીર્થંકરોએ જે ગ્રહણ કરવાની ના પાડી હોય તે પણ ગ્રહણ કરે અને ગુરુની અનુમંત વિના જડ-ચેતન પદાર્થો ગ્રહણ કરે, તેને ચોરી કહેવાય, મોક્ષમાર્ગે સફર કરતો સાધક આત્મા આવા પ્રકારની ચોરીનો ત્યાગી હોય. ૪. સ્ત્રીવેદ, પુરુષવેદ કે નપુંસક વેદના ઉદયથી વાસનાપરવશ બનેલા જીવો જે મૈથુનક્રિયા કરતા હોય છે, તે મૈથુનક્રિયાનો ત્યાગી મહાત્મા વેદોદયને નાથતો હોય છે. વેદોદયની સામે ઝઝૂમતો હોય છે. ૫. મમત્વ એટલે પરિગ્રહ. ‘આ મારું ધન છે, હું આ સંપત્તિનો માલિક છું....' આનું નામ મમત્વ. ‘મૂર્છા પરિગ્ર' મૂર્છા એટલે મમત્વ. જે ધનધાન્ય આદિ પોતાની પાસે ન હોય તેનું મમત્વ પણ પરિગ્રહ છે. મુનિરાજ આ પરિગ્રહના ત્યાગી હોય છે. એટલે એમના પ્રશમસુખનો નાશ નથી થતો. એમની અગમ-અગોચરની મસ્તીમાં ભંગ નથી પડતો. નહીંતર તો આ મમત્વ, આ પરિગ્રહ મુનિની શાંતિને, સમતાને, પ્રસન્નતાને ભરખી જ જાય. મુનિ તો પોતાના શરીર પ્રત્યે પણ મમતા ન રાખે. ‘આ શરીર પણ મારું નથી. શરીરથી હું (આત્મા) ભિન્ન છું.' આ સત્ય એણે અંતરાત્મામાં પચાવ્યું હોય છે, માટે મુનિ દરેક ક્ષેત્રમાં દરેક કાળમાં સમમના રહી શકે છે. આ પાંચ મહાવ્રતોને ધારણ કરનારા સાધક આત્માઓ રાત્રિભોજનના પણ ત્યાગી હોય છે. તીર્થંકરોએ રાત્રિભોજનનો નિષેધ કરેલો છે, એ જો કરે તો ‘તીર્થંકરો-અને’ ચોરીનું પાપ લાગે! ૪. નવકોટિશુદ્ધ, ઉદ્ગમશુદ્ધ અને ઉછવૃત્તિથી સંયમયાત્રાનો અધિકારી : રસનાના લંપટ જીવો માટે તો મોક્ષમાર્ગની આરાધના જાણે છે જ નહીં! મોક્ષમાર્ગનાં સીધાં ચઢાણ ચઢતાં પ્રચંડ મનોબળી મહાત્માઓ રસનેન્દ્રિયના કેવા વિજેતા હોય છે, સંયમ જીવનના પાલનમાં માત્ર ઉપયોગી એવી ભિક્ષા ૧૧. તત્ત્વાર્થ સૂત્રઃ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy