SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ નંદી સયા સંજમે, દેવનાગસુવન્નકિન્નરગણ, સબ્યુઅ-ભાવચ્ચિએ, લોગોજલ્થ પઈઠ્ઠિઓ જગમિણે, તેલુક્કમચ્ચાસુર, ધમો વઢઉ સાસઓ વિજયઓ ધમ્મુત્તર વઢઉ. ૪ સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિઆએ.// અર્થ - હે જ્ઞાનવંત લોકો! (સર્વનય પ્રમાણથી) સિદ્ધ એવા જિનમત (સિદ્ધાંત)ને આદર સહિત નમસ્કાર કરો. તે (જિનમત) ચારિત્રધર્મને વિષે નિરંતર મંગલકારી છે, વૈમાનિક દેવો. ભવનપતિ દેવો. જ્યોતિષી દેવો અને વ્યંતર દેવોના સમૂહથી સત્ય ભાવે કરીને પૂજાએલો છે. વળી જે જિનમતને વિષે લોકનું તથા ત્રણ લોક સંબંધી મનુષ્ય, ભવનપતિ પ્રમુખ સર્વ દેવતા અને ઉપલક્ષણથી તિર્યંચ અને નારકી એ સર્વ લોકનું જ્ઞાન જેમાં પ્રતિષ્ઠિત છે, એવો શાશ્વત સિદ્ધાંતરૂપ શ્રુતધર્મ વિજયપૂર્વક વૃદ્ધિ પામો!તે શ્રતધર્મદેશવિરતિ-સર્વવિરતિ આદિ ધર્મની વૃદ્ધિ કરો! ૪. હે ભગવંત! પવિત્ર શ્રુતધર્મને આરાધવા હું કાઉસ્સગ્ન કરું છું. પદ (૧૬), સંપદા (૧૬), ગાથા (૪), ગુરુ (૩૪), લઘુ (૧૮૨), સર્વ વર્ણ (૨૧૬).
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy