SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૪પ૧ ગારેણં, વિગઈઓ પચ્ચકખાઈ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહત્યસંસણું, *ઉકિપત્તવિવેગેણં, પડુચ્ચ-મખિએણે, “પારિટ્ટાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયા ૧. વિકૃતિ-વિગઈ છ છે. તે આ પ્રમાણે ૧ દુધ, ૨ દહીં, ૩ ઘી, ૪ તેલ, ૫ ગોળ અને ૬ કડાવિગય (તાવડામાં તળાઈને ઉપર આવે તેવા પકવાન્ન) આ પચ્ચકખાણ વડે છ માંહેની કોઈપણ એક અગર વધારે વિગઈનો ત્યાગ કરવાનો છે અને માંસ, મદિરા, માખણ, મધુ એ ચાર મહાવિગઇનો તો શ્રાવકને ત્યાગ જ હોય છે. ૨. લેપાલેપેન-વૃત પ્રમુખ જે વિગઈનો સાધુને નિયમ હોય તે વૃતાદિ વિગઈથી ગૃહસ્થનો હાથ ખરડાયાથી લુછી નાખ્યો હોય તેવા હાથથી અથવા ખરડાયેલા ચાટવાને લૂછી નાંખીને તે વડે વહોરાવે તો પચ્ચકખાણ ભંગ થાય નહિ. (સાધુને માટે આ આગાર છે.) ૩. ગૃહસ્થસંસૃષ્ટન- શાક પ્રમુખ દ્રવ્યને ગૃહસ્થ પોતાના માટે વિગઈથી જરા વધારી સંસ્કારિત કર્યા હોય અથવા રોટલી, રોટલા, માંડાદિને ગોળ, ઘી, પ્રમુખ વિગઈ વડે જરા ચોપડ્યા હોય તેમ છતાં નીવી કે વિગઇના પચ્ચકખાણમાં લેવામાં આવે તો પણ મુનિને પચ્ચકખાણનો ભંગ થાય નહિ. ૪. ઉક્ષિતવિવેકેન-રોટલી, રોટલા કે માંડાદિ ઉપર ગોળ, પ્રમુખ પિંડ (કઠણ) વિગઈ મૂકેલ હોય પછી તે લઈ લેવામાં આવે છતાં તેનો કંઈક અંશ ચોંટી રહેલો હોય તેવા રોટલા વગેરે લેવામાં આવે તો મુનિને પચ્ચકખાણનો ભંગ થાય નહિ, ગૃહસ્થને આ આગાર હોય નહિ. * પ્રતીત્યપ્રક્ષિતન-રોટલી, રોટલા પ્રમુખને કુણા રાખવા માટે કરતી વખતે તેલ કે ઘીની આંગળીથી ચોપડીને કરે (રાખે) તે તેમાં લગારેક વિગઈનો ભાગ આવ્યા છતાં પચ્ચકખાણનો ભંગ થાય નહિ. + પારિષ્ઠાપનિકાકારેણ-જે આહાર ગૃહસ્થના ઘરથી વિધિપૂર્વક (એષણીય) લીધો હોય અને ઉચિત રીતે મુનિઓને વહેંચી આપ્યો હોય અને વિવેકથી વાપરવામાં આવ્યો હોય છતાં વધી પડે અને પરઠવવો જ પડે એમ જણાય તો પરઠવવાથી થતા દોષથી બચવાની ખાતર ગુરૂ મહારાજની આજ્ઞા વડે વધી પડેલ આહારાદિ વાપરતાં પચ્ચકખાણનો ભંગ થાય નહિ. અહીં ચોવિહાર ઉપવાસમાં પ્રાસુક પાણી, તિવિહાર ઉપવાસમાં અન્ન તથા પાણી અને આયંબીલના પચ્ચકખાણમાં વિગઈ,
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy