SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૩ કૃતં મયાડમુત્ર હિતં ન ચેહ, લોકેઽપિ લોકેશ ! સુખ ન મેડભૂત; અસ્માદેશાં કેવલમેવ જન્મ, જિનેશ ! જશે ભવપૂરણાય. ૬. અર્થ :- હે લોકના ઇશ ! મેં પરભવમાં હિતકારી કાર્ય ન કર્યું, વળી આ લોકમાં પણ મને સુખ ન થયું; તો હે જિનેશ્વર ! અમારા જેવાનો જન્મ ફક્ત ભવોને પૂર્ણ કરવા માટે જ થયો, અર્થાત્ ભવની સંખ્યાની ગણતરી માટે જ અમે જન્મ ધારણ કર્યો. ૬. મન્યે મનો યજ્ઞ મનોજ્ઞવૃત્ત!, ત્વદાસ્યપીયૂષમયૂખલાભાત્, દ્રુતં મહાનન્દરસં કઠોરમસ્માદેશાં દેવ ! તદશ્મતોઽપ. ૭. અર્થ :- હે સુંદર (મનને આનંદદાયક) આચરણવાળા ! હે દેવ ! જે કારણ માટે અમારા જેવાનું મન, તમારા મુખ રૂપી ચંદ્રના લાભ થકી મ્હોટા આનંદના રસને ન દ્રવ્યું (મ્હોટા આનંદવડે રસરૂપ ન કર્યું) તે કારણ માટે અમારા જેવાનું (મન) પત્થર થકી કઠોર છે. એમ હું માનું છું. ૭. રત્નત્રયં ત્વત્તઃ સુદુષ્પ્રાપ્યમિદં મયાડડમં, ભૂરિભવભ્રમેણ; પ્રમાદનિદ્રાવશતો ગતં તત્, કસ્યાગ્રતો નાયક ! પૂત્કરોમિ ? ૮. અર્થ :- હે સ્વામી ! ઘણા ભવમાં ભ્રમણ કરવા વડે અતિ દુષ્પ્રાપ્ય (ઘણા કષ્ટ પ્રાપ્ત થઈ શકે) એવી આ (જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી) રત્નત્રયીને મેં તમારી પાસેથી પ્રાપ્ત કરી હતી. તે પ્રમાદરૂપ નિદ્રાના વશ થકી ગઈ (જતી રહી) તો હવે હું કોની આગળ પોકાર કરું ? ૮. વૈરાગ્યરંગઃ પરવંચનાય, ધર્મોપદેશો જનરંજનાય; ૧. રંગોડપર પાઠઃ ૨૮
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy