SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ અર્થ :- મોક્ષમાર્ગના ગમનને વિષે અંતરાય કરનારા અને માઠી ગતિના કારણભૂત એવા એ પૂર્વોક્ત અઢાર પાપ સ્થાનોને (હે આત્મા) તું વોસિરાવ (ત્યાગ કર). ૧૦. એગોહં નત્થિ મે કોઈ, નાહમન્નસ્સ કસ્સઇ; એવં અદીણમણસો, અપ્પાણમણુસાસઇ. ૧૧. અર્થ :- હું એકલો છું, મ્હારું કોઈ નથી, હું અન્ય કોઈપણનો નથી, એ પ્રમાણે અગ્લાન ચિત્તવાળો (સાવધાન ચિત્તવાળો) આત્માને શીખામણ આપે. ૧૧. એગો મે સાસઓ અપ્પા, નાણંદંસણ-સંજુઓ; સેસા મે બાહિરાભાવા, સવ્વ સંજોગલક્ષ્મણા. ૧૨. અર્થ :- શાશ્વતો (સદાકાળ-નિત્ય રહેનારો) અને જ્ઞાનદર્શનયુક્ત, એક મારો આત્મા છે. બાકીના સંયોગ લક્ષણવાળા સર્વ ભાવો મારાથી બાહ્ય છે અર્થાત્ મારાથી જુદા છે. સંજોગમૂલા જીવેણ, પત્તા દુÐપરંપરા; તમ્હા સંજોગસંબંધ, સવ્વ તિવિહેણ વોસિરિઅં. ૧૩. ૧૨. અર્થ :- સંયોગ (ધન-કુટુંબાદિક) છે મૂળ કારણ જેનું એવી દુ:ખની શ્રેણી જીવે પ્રાપ્ત કરી છે તે માટે સર્વ સંયોગનો સંબંધ મેં ત્રિવિધે (મન, વચન, કાયાએ) વોસિરાવ્યો છે. ૧૩. અરિહંતો મહ દેવો, જાવજ્જીવં સુસાહુણો ગુરુણો; ૧. દ્રવ્ય થકી ધન, ધાન્ય, કુટુંબાદિના મેલાપ અને ભાવથકી વિષયકષાયાદિના મેલાપ. ૨. સમ્યજ્ઞાન અને ક્રિયાવાળા આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy