SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૭ સ્નાત્રાદિને અંતે ભણવો. આ શાન્તિની ઉદ્ઘોષણા કેવી રીતે કરવી તે કહે છે - કોઈ વિશિષ્ટ ગુણવાનું શ્રાવક ઉભો થઈને શાન્તિકળશ (શાન્તિને માટે શુદ્ધ જળથી ભરેલ કળશ)ને ગ્રહણ કરીને (ડાબા હાથમાં ધારણ કરી જમણો હાથ તેના ઉપર ઢાંકી) કેશર, સુખડ, બરાશ, અગરુ, ધૂપવાસ (અગ્નિમાં ધૂપ નાખવાથી નીકળતી સુગંધી અથવા કેશર ચંદનાદિના ઘસવાથી નીકળતો સુગંધી પરિમલ), અને કુસુમાંજલિ (પુષ્પથી ભરેલા અંજલિ-ખોબો) સહિત છતો, સ્નાત્રમંડપને વિષે શ્રી સંઘ સહિત છતો; પવિત્ર છે શરીર જેનું એવો, પુષ્પ, વસ્ત્ર, ચંદન અને અલંકાર (ઘરેણાં) વડે; સુશોભિત છતો; પુષ્પની માળાને ગળામાં ધારણ કરીને શાતિપાઠની ઉઘોષણા કરીને શાન્તિકળશનું પાણી (સર્વ જનોએ પોતાના) મસ્તકે નાખવું. નૃત્યંતિ નૃત્ય મણિ-પુષ્પ-વર્ષ, સૂજંતિ ગાયંતિ ચ મંગલાનિ; સ્તોત્રાણિ ગોત્રાણિ પશ્ચંતિમંત્રાનું, કલ્યાણભાજો હિ જિનાભિષેકે. ૧. અર્થ - કલ્યાણ યુક્ત ભવ્ય પ્રાણીઓ જિનેશ્વરના સ્નાત્ર મહોત્સવને અંતે નિચે નાટક કરે છે, (જિનેશ્વર ઉપર) રત્ન, * અહીં મંત્રો આ પ્રમાણે જાણવા - ___ॐ नमो भगवउ अरहउ सं तिजिणस्स सिज्झउ मे भगवइ महइ महाविज्जा संति पसंति उवसंति सव्वं पावं पसमेउ तउ सव्वसत्ताणं दुपयाणं चउप्पयाणं देसगामागरपट्टणखेडे सुपुरिसाणं इत्थीणं नपुंसगाणं स्वाहा । इति शान्तिनाथविद्यामंत्र આ તથા શ્રી પાર્શ્વનાથનો અને મહાવીર પ્રભુનો વર્ધમાન વિદ્યાનો મંત્ર વગેરે ગુરુ આમ્નાય વડે જાણી લેવો. ૨૭
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy