SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૧ *ોટી શાન્તિ શબ્દાર્થ ભો ભો ભવ્યા - હે ભવ્ય લોકો. | આતા - હે શ્રાવકો! શુશ્રુત - સાંભળો. ભક્તિભાવઃ - ભક્તિવડે યુક્ત (છે) વચન - વચનને. તેષાં - તેઓને. પ્રસ્તુત - અવસર ઉચિત. શાન્તિ - શાન્તિ. સર્વ - સર્વ. ભવતુ - થાઓ. એતદ્ - આ. ભવતાં - તમોને. થે - જે . અહંદાદિ - અરિહંતાદિ યાત્રાયાં - યાત્રાને વિષે. પંચપરમેષ્ઠીના. ત્રિભુવનગુરો -ત્રિભુવન ગુરુની. | પ્રભાવાત્ - માયાભ્ય થકી. * આ મોટી શાન્તિના કર્તાએ ગ્રંથને અંતે પોતાનું નામ જણાવ્યું નથી તો પણ અહં તિર્થીયરમાયા સિવાદેવીએ. ગાથાની ટીકા લખતાં ટીકાકાર શ્રી હર્ષકીર્તિસૂરિ લખે છે-શ્રી નેમિનાથની માતા શિવાદેવી કહે છે કે હું તીર્થકરની માતા શિવાદેવી નામની તમારા નગરને વિષે રહેનારી છું, ઇત્યાદિ, તે ઉપરથી શિવાદેવી માતાએ દેવીપણાની અવસ્થામાં આ શાન્તિ રચી છે, એમ નિર્ણય થાય છે. તીર્થકરનો જન્મ થાય ત્યારે ચોસઠ ઇન્દ્રો પ્રભુના જન્મસ્થાને આવે અને જે દિશાના ક્ષેત્રમાં જન્મ થયો હોય તે દિશાના નાયક ઈન્દ્ર (સૌધર્મ અથવા ઇશાન) સર્વને અવસ્થાપિની નિદ્રા મૂકી ભગવંતનું પ્રતિબિંબ ભગવંતની માતા આગળ સ્થાપીને પોતે પાંચ રૂપ કરી પ્રભુને ગ્રહણ કરી મેરૂપર્વત ઉપર પાંડુક વનમાં આવેલી શિલાના સિંહાસનને વિષે પ્રભુને સ્થાપીને ઉત્તમ ઔષધિ મિશ્રિત જળના મોટા એક ક્રોડ અને સાઠ લાખ કળશોવડે પ્રભુને ત્વવરાવે છે અને ઉત્તમ દ્રવ્યવડે પૂજે છે અને પછી સર્વને શાન્તિ થાય તે માટે શાન્તિ પાઠ ભણે છે. એ પ્રકારે ઇન્દ્રાદિક દેવો પ્રભુની જે પ્રકારે ભક્તિ કરે છે તેનું અનુકરણ કરવાના બહાને આપણે પણ (સ્નાત્ર મહોત્સવાદિ દ્વારા) પ્રભુભક્તિ અવશ્ય કરવી જોઈએ, તે કેવી રીતે કરવી? એ વગેરે હકીકત આ સ્તવને વિષે આવે છે. ૨૬
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy