SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ૧ ચિત્રાસરા છંદ - લક્ષણ આ પ્રમાણે જાણવું-પહેલા અને ચોથા પાદમાં પાંચ ટગણ અને બે ગુરુ આવે તથા બીજા-ત્રીજા પાદમાં છ ટગણ અને એક ગુરુ હોય. ચારે પાદમાં યમકવાળો હોય તે ચિત્રાક્ષરા છંદ જાણવો. બીજો નારાચક છંદ-લક્ષણ આ પ્રકારે જાણવું - અગ્યાર ચગણ, ગુરુ, ચૌદ ચગણ, નગણ, સોળ ચગણ, ટગણ, ત્રણ ચગણ એ પ્રમાણે બીજા નારાચક છંદમાં જાણવું. નંદિતક છંદ - લક્ષણ આ પ્રમાણે જાણવું - બે લઘુ, ગુરુ, બે લઘુ, ગુરુ અને ગુરુ સર્વ પાદમાં આવે તે નંદિતક છંદ જાણવો. ભાસુરક છંદ - લક્ષણ આ પ્રકારે જાણવું - તગણ, પગણ, તગણ, ટગણ, તગણ, ટગણ, તગણ, ટગણ, ગુરુ, પગણ, બે ટગણ, ગુરુ બાર ટગણ એ પ્રકારે સુયતિ અને અનુપ્રાસ સહિત ભાસુરક છંદ જાણવો. અન્ય નારાચક છંદ :- લક્ષણ આ પ્રમાણે જાણવું-તેર ચગણ, નગણ, નવ ચગણ, નગણ, ત્રીશ ચગણ, અને ગુરુ તથા અઢાર ચગણ એ પ્રકારે બીજો નારાચક છંદ જાણવો. બીજો લલિતક છંદ - લક્ષણ આ પ્રકારે જાણવું – ચગણ, ટગણ, ચાર તેમજ ગુરુ દરેક પાદમાં હોય એવા લક્ષણવાળો બીજો લલિતક છંદ જાણવો. વાનવાસિકા છંદ:- લક્ષણ આ પ્રકારે જાણવું - ટગણ ચાર, તેમાં નવમી અને બારમી માત્રા લઘુ હોય (દરેક પાદમાં) તે વાનવાસિકા છંદ જાણવો. અપરાંતિકા છંદ-લક્ષણ આ પ્રકારે જાણવું - આઠ માત્રા રગણ (ડાડ) લઘુ અને ગુરુ સર્વ પાદમાં હોય તેવો અપરાંતિકા છંદ જાણવો. ૨૧
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy