SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ ગંધારિ મહજ્જાલા, માણવિ વરુટ્ટ તહય અછૂત્તા // માણસિ મહમાણસિઆ, વિજ્જાદેવીઓ રખતુ II & II અર્થ - ગાંધારી, મહાજ્વાલા, માનવી, વૈરોચ્યા તેમજ અચ્છમા, માનસી, મહામાનસિકા (એ સોળ) વિદ્યાદેવીઓ મારું રક્ષણ કરો. ૭. પંચદસકમ્મભૂમિસુ, ઉપ્પન્ન સત્તરિ જિહાણ સયં | વિવિહરયણાઇ-વન્નોવસોહિ હરઉ દુરિઆઈ / ૯. અર્થ :- પંદર કર્મભૂમિને વિષે ઉત્પન્ન થયેલ, વિવિધ રત્નાદિના વર્ણવડે શોભિત એકસો સિત્તેર જિનનો સમુદાય અમારાં દુરિતો-પાપોનું હરણ કરો. ૯. ચઉતીસ અઇસય જુઆ, અમહાપાડિ-હેર કયસોહાના તિસ્થયરા ગયોહા, ઝાએ-અવ્યા પયત્તેણં | ૧૦ || અર્થ -ચોત્રીશ અતિશયયુક્ત, આઠ મહાપ્રાતિહાર્યો કરી છે શોભા જેની એવા અને ગયો છે મોહ જેનો એવા તીર્થકરો આદરવડે ધ્યાન કરવા યોગ્ય છે. ૧૦. ૧. પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહક્ષેત્ર મળી પંદર કર્મભૂમિમાં શ્રી અજિતનાથજીને વારે ઉત્કૃષ્ટ કાળ હોવાથી ૧૭૦ જિનેશ્વરો થયા હતા. ૧૬૦ પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયમાં અને ૧૦ ભરત-ઐરાવતમાં કુલ ૧૭૦ તેનું આ સ્તોત્ર છે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy