SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ આદિમ પૃથિવીનાથ-માદિસંનિષ્પરિગ્રહમ્ | આદિમ તીર્થનાથં ચ, ઋષભસ્વામિનું સ્તુમ૩ અર્થ - પ્રથમ પૃથ્વીના પતિ (રાજા) પ્રથમ પરિગ્રહના ત્યાગી (સાધુ) અને પહેલા તીર્થકર ઋષભદેવસ્વામિની અમે સ્તુતિ કરીએ છીએ. ૩. અહત્તમજિતંવિશ્વ-કમલાકરભાસ્કરમુ; અપ્લાનકેવલાદર્શ-સંક્રાંતજગત તુવે..૪ અર્થ:- આ વિશ્વરૂપી કમળવાળા સરોવરને સૂર્યના જેવા અને જેણે પોતાના નિર્મળજ્ઞાનરૂપી દર્પણમાં ત્રણ જગતું પ્રતિબિંબિત કરેલું છે એવા પૂજન કરવા યોગ્ય અજિતનાથ ભગવાનની હું સ્તુતિ કરું છું. ૪. વિશ્વભવ્યજનારામ-કુલ્ચાતુલ્યા જયંતિ તાઃ II દેશનાસમયે વાચ:, શ્રી સંભવ-જગત્પતેઃ . પ . અર્થ:- સર્વ જગતના પતિ એવા શ્રી સંભવનાથ પ્રભુની ધર્મોપદેશ વખતે સર્વ જગતના ભવ્યજનો રૂપી ઉદ્યાનને સિંચન કરવામાં પાણીની નીક જેવી તે વાણીઓ જયવંતી વર્તે છે. ૫. અનેકાંતમત - સ્યાદ્વાદ મતરૂપ. | સમુલાસન - ઉલ્લાસ કરવામાં. અંભોધિ - માહાસાગરને. ચંદ્રમા - ચંદ્ર તુલ્ય.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy