SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ જીતાએલા; ત્રણ ભુવનના લોકનું પાલન કરવામાં સાવધાન એવા તે (શાન્તિનાથ)ને નિરંતર નમસ્કાર થાઓ. ૪ સર્વ દુરિતૌઘનાશન-કરાય સર્વાડશિવપ્રશમનાય ॥ દુષ્ટગ્રહભૂતપિશાચશાકિનીનાં પ્રમથનાય ।। અર્થ :- સર્વ પાપના સમૂહનો નાશ કરનારા, સર્વ ઉપદ્રવને પ્રકર્ષે કરી શાન્ત કરનારા, દુષ્ટ ગ્રહ, ભૂત પિશાચ અને શાકિનીના ઉપદ્રવને નાશ કરનારા એવા શાન્તિનાથને નમસ્કાર થાઓ. ૫ શબ્દાર્થ યસ્ય - જે શાન્તિનાથનો. ઇતિ - એ પ્રમાણે પૂર્વે કહેલ. નામમંત્ર - નામ રૂપ મંત્ર. પ્રધાન - તે વડે સર્વોત્તમ એવું. વાક્ય - જે વચન. ઉપયોગ - તેના ઉપયોગથી. કૃતતોષા – જેણે સંતોષ કર્યોછે એવી. વિજયા - વિજયાદેવી. કુરુતે - કરે છે. જનહિત - લોકોનું હિત. ઇતિ ચ - અને એ પ્રમાણે. નુતા - સ્તવેલી છે. નમત - નમસ્કાર કરો. ભવતુ - થાઓ. તે - તમોને. ભગવતિ - હે ભગવંત. વિજયે – વિજયાદેવી. સુજયે - સારા જયવાળી. પરાપરૈઃ - બીજા દેવોથી. અજિતે - નહિ જીતાએલી. અપરાજિતે - કોઈ ઠેકાણે પરાભવ નહિ પામેલી. | જગત્યાં - પૃથ્વીને વિષે. જયતિ - જય પામે છે. જયાવહે - સ્તુતિ કરનારને જય આપનારી. ભવતિ - તમે. સર્વસ્ય - બધા. અપિ - પણ. સંઘસ્ય - સંઘને. ભદ્ર - સુખ. કલ્યાણ - ઉપદ્રવ રહિતપણું.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy