SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧ ૨ નહિ એસો જનમ બાર-બાર બનીને જ્યારે કોઈના જીવનની ધરતી ઉપર ઊતરીને વરસતા હશે; જ્યારે એ વર્ષોથી બફારો ટળીને અપાર ઠંડક જેને મળતી હશે એના સુખનું તો વર્ણન શ થઈ શકે? સહુ કરતા રહેજો પુણ્ય... ક્યારેક. અચાનક કામમાં આવી જશે. સહી વિનાના ચેક જેવી જિનપૂજા નકામી જ્યાં ભક્તિ; વિવેક અને જયણા છે; શાસ્ત્રાજ્ઞાની સાપેક્ષતા છે ત્યાં ધર્મ છે. પછી દેખીતી રીતે તેમાં હિંસા પણ ભલે હોય. હિંસામાત્રથી હિંસકતા આવતી નથી; હિંસાના આશયથી હિંસકતા આવે છે. અન્યથા જિનપૂજા પણ નહિ થાય; ગરીબને પાણી પણ નહિ દેવાય; તપ, સાધર્મિકવાત્સલ્ય, વરઘોડો, જિનવાણીશ્રવણ વગેરે કશું જ નહિ થાય; કેમકે સર્વત્ર હિંસા તો છે જ. પરંતુ એમાં હિંસાનો આશય જ ન હોય તો તે હિંસાને હિંસા કહી શકાય નહિ. પણ આની સાથે સાથે મારે બીજી પણ એક વાત કરી દેવી છે કે, જિનપૂજા કરનારાઓના અંતરમાં જો સંસારના સુખો પ્રત્યે વિરક્તિ ન હોય; જો જીવનમાં માર્ગાનુસારી ભાવનો લેશ પણ સાપેક્ષભાવ ન હોય, જો મોક્ષાભિલાષનો લીસોટોય અંતરમાં પડયો ન હોય તો એવા આત્માઓની જિનપૂજા નિષ્ફળ ગણાય. એ પૂજાની હિંસા એના માટે તો પાપ જ ગણાય. કેમકે આ આત્મા પૂજા દ્વારા કોઈ વિશિષ્ટ લાભ પામનાર નથી. આથી જ આવા આત્માઓને જિનપૂજા કરવાનો અધિકાર પણ નથી. ઘણા લાભની સામે જે દેખીતું નુકસાન હોય તે જ નુકસાન ન ગણાય; પરંતુ જ્યાં વાસ્તવિક લાભ જ નથી ત્યાંનું નુકસાન તો અવશ્ય નુકસાન ગણાય. એક હજાર રૂપિયા ખર્ચીને ચાર્ટર્ડ પ્લેઈન કરીને મુંબઈ દોડી જનાર માણસ જો કશું ય કમાયા વિના પાછો ફરે તો હજાર રૂપિયાનો ખર્ચ છાતીએ જ વાગે ને? મોક્ષાશયાદિ વિનાની જિનપૂજા એટલે સહી વિનાનો લાખ રૂપિયાનો ચેક. એની કશી કિંમત નહિ. પૂજકો! આ વાત કદી વિસરશો નહિ. સાગર તો જીવતાને જ તારે; મરેલાને ફેંકી દે સાગર માટે એમ કહેવાય છે કે એને તરવા માટે પડેલા માણસોને એ બીજે
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy