SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરીને હું જાણે ક્યાંય તણાઈ રહી હતી. નસોમાં ધ્રુજારી ઊઠી હતી. મગજ કોઈ નવી તાજગી અનુભવી રહ્યું હતું. પાગલપણું? દીવાનપણું? કંઈ યે સમજાતું ન હતું. આ શું થઈ ગયું? કેવી રીતે થઈ ગયું? કોઈ જ માર્ગ સૂઝતો ન હતો. હું કોંકણદેશની રાજકુમારી કમલપ્રભા, લગ્ન કરીને ચંપાનગરીના રાજા સિંહરથની મહારાણી બનીને આવી હતી. ચંપાનગરીના સામ્રાજ્યના નવયુવાન સમ્રાટ સિંહરથનું એ મદભર્યું છલકતું યૌવન, એ મસ્તાની અદા... આજે એની સ્મૃતિ મનને પાગલ કરી મૂકે છે. રાજ્યની પ્રજા આખી એનાં ચરણે આળોટતી હતી. યવન-સાકી મદિરાનો જામ ભરાઈ ગયો હતો. રાજ્યશ્રી એના ચરણે નર્તનરત હતી. પણ દુર્ભાગ્ય.. એ મારો હૃદયનાથ એ પ્રેમી પોતાની પ્રેયસી-નગરીથી રિસાઈ ગયો... માત્ર બે વર્ષનો રાજકુમાર આપીને તેણે મને વિધવાનો વેષ અંગીકાર કરાવ્યો. તેણે પોતાનું ભગ્ન હૃદય મારા ઉસંગમાં અર્પીને મૃત્યુનું આલિંગન લીધું! સધવાવસ્થાનું એક માત્ર ચિહ્ન સેંથાનું સિંદુર ભૂંસાઈ ગયું... યૌવનની માદકતા ઠીંગરાઈ ગઈ. મહારાજા સિંહરથની હું પહેલી પ્રેમકથા હતી. એ કથાનો માત્ર ચાર જ વર્ષમાં કચ્ચરઘાણ નીકળી ગયો. મારી ઊગતી જવાની અને મારા ભગ્ન હૈયા પર થતા કારમા કઠોર ઘા.. એમના હૃદયમાં વેદનાનો કોઈ પાર ન હતો. અમારું એ અસ્થાયી મિલન, ગણ્યાગાંઠ્યા દિવસોની એ સુખદ પળો અને પછી એમનો ચિરવિયોગ. પરસ્પરને ઝંખતા ને ઝૂરતા અમારા આત્માઓ નાહ્યા છતાં ય શાંત ન થયા અને આજે હું મારી છાતી પર પથ્થર મૂકી મારા વિદ્રોહી હૃદયને દાબી રહી છું. કારણ, જ્યારે મારો પુત્ર શ્રીપાલ બે વર્ષનો થયો, રાજપરિવાર અને મંત્રીમંડળની સલાહ મુજબ શ્રીપાલનો રાજ્યાભિષેક કરી દેવામાં આવ્યો. હું રાજમાતા બની ગઈ. મહામંત્રી મતિસાગરે રાજ્યની સુવ્યવસ્થાનો સંપૂર્ણ ભાર ઉપાડી લીધો હતો. મારા દિયર અજિતસેન શ્રીપાલના - બાળરાજાના પડખે - અડીખમ થઈને ઊભા રહ્યા. પ્રેમ અને કરુણાના, સ્નેહ અને સંબંધોના પ્યાલા ભરાતા રહ્યા... ભરાતા રહ્યા... એક વર્ષ, બે વર્ષ... પરંતુ પછી એ પ્યાલા ઢળવા માંડ્યા, ફૂટવા માંડ્યા. અને અમૃતની જગાએ માનવરુધિર વહેવાની માણા ૮૧ For Private And Personal Use Only
SR No.008914
Book TitleMayna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy