SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મબંધ આઠ પ્રકારનો થાય છે. અર્થાત જીવાત્મા આઠ પ્રકારનાં કર્મોથી બંધાયા કરે છે. તેમાં પહેલું કર્મ છે જ્ઞાનાવરણ. આ કર્મ આત્માના જ્ઞાનગુણને આવરે છે. ક્ષાયિક અને ક્ષાયોપથમિક - બંને આવરે છે. પરોક્ષ અને પ્રત્યક્ષ - બંને જ્ઞાનને આવરે છે. આ કર્મના કારણે જીવમાં અજ્ઞાનતા, બુદ્ધિહીનતા વગેરે દેખાય છે. બીજું કર્મ છે દર્શનાવરણ. ચક્ષુદર્શન આદિ આત્માની દર્શનશક્તિને આવરે છે. આત્માના દર્શનગુણને આવરે છે. આ કર્મના ઉદયથી પાંચેય પ્રકારની નિદ્રાઓ આવે છે. - ત્રીજું કર્મ છે વેદનીય. સુખાનુભવ અને દુઃખાનુભવ - આ કર્મનાં આ બે કામ છે. આ કર્મ આત્માના સહજ-સ્વાભાવિક સુખનો અનુભવ કરવા દેતું નથી. ચોથું કર્મ છે મોહનીય, જેનાથી જીવ મોહિત થાય તે મોહનીય કર્મ! ઊંધી સમજ અને ક્રોધ-માન-માયા-લોભ આ કર્મની દેન છે. હાસ્યાદિ “નોકષાયોની વિકૃતિ પણ આ જ કર્મની ભેટ છે. આઠેય કર્મોમાં આ કર્મની જાલિમતા-પ્રબળતા ગજબ હોય છે. પાંચમું કર્મ છે આયુષ્ય. આ કર્મની કૃપાથી તો જીવ જીવે છે! પ્રાણ ધારણ કરે છે. જન્મ અને મૃત્યુ આ કર્મની કૃપાનું ફળ છે! છઠ્ઠ કર્મ છે નામકર્મ. જીવને ગતિ (યોનિ) આપવી, જાતિ-એકેન્દ્રિયાદિ આપવી, સૂક્ષ્મત્વ-સ્થૂલત્વ, યશ-અપયશ, સૌભાગ્ય-દુર્ભાગ્ય, રૂપ-રસાદિ વગેરે આપવાનું કામ આ કર્મનું છે. સમગ્ર શરીરરચના આ કર્મને આભારી છે. આ કર્મ આત્માના અરૂપીપણાને આવરે છે. સાતમું કર્મ છે ગોત્રકર્મ. ઉત્તમ કુળની પ્રાપ્તિ, ઉત્તમ જાતિની પ્રાપ્તિ, પ્રતિભા અને ઐશ્વર્ય... આ કર્મ આપે છે, તેવી જ રીતે નીચ કુળ, નીચ જાતિ વગેરે પણ આ જ કર્મ આપે છે. આત્માના અગુરુલઘુ ગણને આ કર્મ આવરે છે. ઉચ્ચતા અને નીચતા આ કર્મના અનુસાર પ્રાપ્ત થાય છે. આઠમું કર્મ છે અંતરાય. આ કર્મ, સામે પાત્ર હોય અને પાસે આપવાની વસ્તુ હોય, છતાં આપવાનો ભાવ જાગવા ન દે તેવી રીતે ઇચ્છિત વસ્તુની, સુખની પ્રાપ્તિ ન થવા દે. પ્રાપ્ત થયેલાં સુખો ભોગવવા ન દે. આત્માની અનંત શક્તિને આ કર્મે આવૃત્ત કરી છે. રોકી છે, રોધી છે. ૨૪ અયા For Private And Personal Use Only
SR No.008914
Book TitleMayna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy