SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઊંચકતી પૃથ્વીના નામનું સ્મરણ કરીને મેં યમદેવનું આવાન કર્યું. મારું સંપૂર્ણ અંગ એક જ્યોતિ બની ગયું. પૃથ્વીમાંથી એક જ્યોત આવી અને પેલી જ્યતમાં ભળી ગઈ. જતાં જતાં તેનું સંક્રમણ કરતી ગઈ. ધીમે ધીમે હું શુદ્ધિમાં આવી. મારો દેહ થરથર કાંપવા લાગ્યો. હું ફસડાઈને પલંગ પર બેસી પડી. તે દિવસથી મેં મૌન લઈ લીધું. મને એકાંત વાતાવરણ ગમતું હતું. ફરી એક નવું જીવન શરૂ થયું. ક્રમશ: વિકસતું ગયું. યોગ્ય સમય આવતાં મને એક દિવસ સવારે વેણ ઊપડી. હું માતા બની. એક તેજસ્વી છતાં શાંત મુખાકૃતિવાળા બાળકનો જન્મ થયો. મહારાજા રાજીના રેડ બની ગયા. સૌના મુખ પર આનંદ આનંદ છવાઈ ગયો. સમગ્ર ચંપાનગરી હર્ષના હિલોળે ચઢી. ઘેરઘેર તોરણ બંધાયાં. પ્રજાએ ઘરો અને દુકાનો શણગારી, નગરશ્રેષ્ઠીઓ રાજ કુમાર માટે ભેટણાં લઈ રાજમહેલમાં આવવા લાગ્યા. મહારાજાએ મન મૂકીને દાન આપવા માંડ્યું. જેલોમાંથી કેદીઓને મુક્ત કરાવી દીધા. દુશ્મનોને પણ પ્રેમથી જીતી લઈ, મૈત્રીના સંબંધ બાંધ્યા. રાજમહેલ ઉપર અસંખ્ય દીવા પ્રગટાવવામાં આવ્યા. ઢોલ-નિશાન વાગવા લાગ્યાં. નગરમાં ભવ્ય આનંદોત્સવ રચાઈ ગયો. નગરમાં ચોરે ને ચૌટે નૃત્ય-નાટક થવા લાગ્યાં. મહારાજાએ સ્વજનોને, મિત્ર રાજાઓને, મંત્રીમંડળને, શ્રેષ્ઠીવર્ગને અને જ્ઞાતિજનોને ભોજન માટે નિમંત્રણ પાઠવ્યાં. ભોજનમાં બત્રીશ પકવાન્ન અને તેત્રીશ વ્યંજન પીરસવામાં આવ્યાં. તે પછી તે તે સંબંધને અનુરૂપ આભૂષણો, વસ્ત્રો આદિથી પહેરામણી કરવામાં આવી. દરેકને શ્રીફળ-પુષ્પ અર્પણ કર્યા. મુખવાસ આપ્યાં. કેસરનાં તિલક કર્યા અને ચંદન-ગુલાબજળ છાંટીને સહુને ખૂબ આનંદિત કર્યા. ત્યાર પછી સ્વજનો ભેગા મળ્યા. ફોઈ આવી અને રાજકુમારનું નામ પાડયું શ્રીપાલકુવર. કમલપ્રભાએ પોતાનું વક્તવ્ય ચાલુ રાખ્યું હતું. મહારાજાના સહવાસમાં અને રૂપાળા રાજકુમારના સંગમાં મારા દિવસો આનંદથી પસાર થતા હતા. જીવન કેવું મોહક, આનંદમય, રોમાંચક અને ૨પ૦ માણા For Private And Personal Use Only
SR No.008914
Book TitleMayna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy