SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આ ચારિત્રધર્મની આરાધનામાં સતત જાગૃતિ જોઈએ. એક સમયનો પણ પ્રમાદ ન કરવો જોઈએ. * યોગ્ય કાળે વિધિપૂર્વક - ભાવપૂર્વક પ્રતિક્રમણ કરવાનું છે. ૐ જ્ઞાની ગુરુદેવ સમક્ષ દોષોની આર્લોચના કરવાની હોય છે. *દિવસ અને રાતના આઠ પ્રહરમાં પાંચ પ્રહર સ્વાધ્યાય કરવાનો છે. * હૃદયમાં જીવદયાના ભવને અખંડ રાખી, વસ્ત્ર, પાત્ર વગેરેની પ્રતિલેખના કરવાની છે. * કરુણાભર્યા હૈયે વસ્તીનું પ્રમાર્જન કરવાનું છે. માર્ગે જતાં-આવતાં જીવરક્ષાનો ઉપયોગ રાખવાનો છે. આ રીતે ભાવધર્મ અને ક્રિયાધર્મમાં શ્રદ્ધાપૂર્વક અપ્રમત્ત બનીને ઉદ્યમશીલ બને છે સાધુ. આ છે ચારિત્રધર્મ. ચારિત્રધર્મની આરાધનામાં એક વિશિષ્ટ આરાધના છે સાધુસેવા. બાલ, વૃદ્ધ, બીમાર અને મહેમાન સાધુઓની આદરપૂર્વક સેવા-ભક્તિ કરીને તેમને સુખશાન્તિ આપવાની છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir એવી જ રીતે જ્ઞાનવૃદ્ધ, પર્યાયવૃદ્ધ અને જિનશાસનના પ્રભાવક સાધુપુરુષોની પણ અવસરોચિત સેવા કરવાની છે. આ સાધુસેવાના ગુણને અખંડ રાખવા સાધુએ ગુણદ્રષ્ટા ને ગુણાનુરાગી બનવું પડે. દરેક સાધુપુરુષમાં ગુણો જ જોવાના. છદ્મસ્થ આત્માઓમાં દોષો તો હોય જ, છતાં દોષો નથી જોવાના. કારણ કે દોષદર્શન સદ્દભાવનો નાશ કરે છે. દોષદર્શનમાંથી દ્વેષ જન્મે છે. ચારિત્રધર્મ એટલે આત્મગુણોમાં રમણતા કરવાની છે, ચારિત્રવંત મહાત્માને* મદ-માન સ્પર્શી શકતું નથી. કામવાસના સતાવી શકતી નથી. * મોહ ફસાવી શકતો નથી. મણા * મત્સર અભડાવી શકતો નથી. * રોષ ભાન ભુલાવી શકતો નથી. ૐ વિષાદ વ્યાકુળ કરી શકતો નથી. હવે આ ચારિત્રધર્મની છ ભાવાત્મક વાતોને સ્પષ્ટતાથી સમજાવું છું. ૧. આત્મગુણોનું પ્રગટીકરણ કરવાની આરાધનામાં લીન એવા મહાત્માનું કોઈ ઘોર અપમાન કરે તો પણ એમનામાં અભિમાન ઊછળતું For Private And Personal Use Only ૨૨૩
SR No.008914
Book TitleMayna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy