SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમાતમથી પ્રીત કરવાની જીવની મારી ટેવ પુરાણી તેને ના વિસરાવી દેજે... છોને, છો ન લલાટે લખેલ મારે મલયાનિલનો સાથ, ફૂલપથારી કામણગારી ને ફરતો હેતનો હાથ વીંઝાતા નિત વંટોળ કંટક-સેજના ખોળે સદ્ગુરુના ચરણો ચૂમવાની જીવની મારા ટેવ પુરાણી તેને ના વિસરાવી દેજે.. છોને, લલિતાએ પણ ભાવપૂર્વક ગાયું. અમે પૂજાખંડમાંથી બહાર આવ્યાં. મેં લલિતાને કહી રાખેલું કે આ નવ દિવસ (આસો સુદ-૭થી આસો પૂનમ સુધીના) એણે રાજમહેલની કે મામાના મહેલની કોઈ વાત મને ન કરવી. અને અમારી કોઈ વાત એના ઘરમાં કે રાજમહેલમાં ન કરવી. એ બધી વાતો નવ દિવસ પૂર્ણ થયા પછી જ કરવાની હતી. નમતા પહોરે મેં રાણાને અને લલિતાને થોડું થોડું તત્ત્વજ્ઞાન સમજાવ્યું. આત્મા શું છે? * કર્મો શું છે? આત્માને કર્મો બંધાયેલાં છે. કેવી રીતે કર્મો બંધાય? કેવી રીતે કર્મો તૂટે? ધર્મ એટલે શું? જ પરમાત્માનું સ્વરૂપ શું? વગેરે વાતો સરળતાથી સમજાવી. સંધ્યાકાલીન આરતી કરી. તેઓ ખૂબ જ હર્ષિત હતા. મને કહ્યું : દેવી, પ્રભુને આપણા હૃદયની વાતો કરો ને! તેઓ જરૂર સાંભળે છે! મારા મુખમાંથી શબ્દો વહેવા લાગ્યા : “હે મારા પ્રભુ! એકલા ઘરમાં બેઠાં બેઠાં મારા જીવનમાં તેં કયો સૂર બજાવ્યો? નાથ, તારો પારસમણિ ગૂંથી ગૂંથીને ખુબ ચૂપકીથી તેં મને સજાવી!' દિવસના પ્રકાશનો પડદો તાણીને તું ક્યાં સંતાયો હતો એ હું નથી જાણતી, પણ આથમતા રવિના તોરણમાંથી તે રાતનાં મારાં સ્વપ્નોમાં પગ લાંબો કર્યો હતો! માણા ૨૧૩ For Private And Personal Use Only
SR No.008914
Book TitleMayna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy