SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સમ ગણે. તેઓ કંચન અને કથીરને સમાન માને, કોઈ ગાળ આપે તો રોષ ન કરે, કોઈ માન આપે તો ગર્વ ન કરે. માન આપનાર ને અપમાન કરનાર, બંને સાધુને મન સમાન હોય. ચોથી વાત છે-સહાયક બનવાની. સાધુ સ્વયં આત્મકલ્યાણની સાધના કરે અને બીજાઓને આરાધનામાં સહાય કરે. 'સહાય કરે તે સાધુ!' આ સાધુજીવનનો આદર્શ હોય. Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચમી વાત છે- ગુરુ-આજ્ઞાના પાલનની. સાધુ ગુરુઆજ્ઞાના પાલનમાં તત્પર હોય. ઉપકારી ગુરુના પ્રત્યે હૃદયમાં અહોભાવ ધારણ કરે અને ઉચિત કાળે ઉચિત ગુરુસેવા કરે. છઠ્ઠી વાત છે- મહાવ્રતમય સંયમજીવનના પાલનની. સાધુ પોતાનું સંયમજીવન નંદવાય નહીં, તેને દોર્ષા-અતિચારો લાગે નહીં, તે માટે જાગ્રત રહે. સાતમી વાત છે- ભિક્ષાચરીની. ગોચરીની, સાધુ ભ્રમરની જેમ દરેક ઘરેથી થોડી થોડી ભિક્ષા લે. ગાય જેમ થોડું થોડું ચરતી જાય તેમ સાધુ પણ થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરે. જો ઘણાં ઘર હોય તો એક-બે ઘેરથી બધી ભિક્ષા ગ્રહણ ન કરે. સાધુ ભિક્ષાના ૪૨ દોષ ટાળીને ભિક્ષા ગ્રહણ કરે. ૪૨ દોષ મયણા બતાવશે. એ તો આ બધું ભણેલી છે. વળી, સાધુને ‘જંગમતીર્થ' કહેવામાં આવ્યું છે. ‘જંગમતીર્થ’ એટલે હરતુંફરતું તીર્થ. તીર્થો બે પ્રકારનાં હોય છે : સ્થાવરતીર્થ અને જંગમતીર્થ. અષ્ટાપદ, સમ્મેતશિખર... વગેરે સ્થાવરતીર્થ કહેવાય. જ્યારે સાધુ જંગમતીર્થ કહેવાય. તીર્થસ્વરૂપ સાધુપુરુષની મન-વચન-કાયાથી આરાધના કરી કર્મોનો નાશ કરવાનો છે. ધ્યાનાગ્નિમાં કર્મોનાં લાકડાં નાંખીને બાળી નાંખવાનાં છે. ‘સાધુપદ’નું ધ્યાન કરવાનું છે. જોકે તમે પ્રભાતે ધ્યાન કરીને આવ્યાં છો, પરંતુ આજે જ્યારે મન-તન સ્વસ્થ હોય ત્યારે પુનઃ પુનઃ ધ્યાન કરજો. ૧૯૮ એક વાત ભૂલશો નહીં, સાધુતાથી જ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. જીવનનું લક્ષ્ય સાધુતા જોઈએ. આ માનવજીવનમાં જો સાધુતાની આરાધના થઈ જાય તો આત્માનું કલ્યાણ થઈ જાય. For Private And Personal Use Only સમણા
SR No.008914
Book TitleMayna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy