SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નિત્યક્રમ મુજબ ચોથા દિવસે અમે ઊઠીને સ્નાનાદિથી પરવાર્યાં. લલિતા આવી ગઈ હતી. બધી જ પૂજનસામગ્રી તૈયાર કરી દીધી હતી. અમે ખૂબ તન્મય બનીને પ્રભુની અને શ્રી સિદ્ધચક્ર-મહાયંત્રની અષ્ટપ્રકારી પૂજા કરી. આજે ઉપાધ્યાય પદની વિશિષ્ટ આરાધના કરવાની હતી. મેં ભાવસ્તવના શરૂ કરી: વાચક પાઠક અધ્યાપક એ, અંગ-ઉપાંગના જાણ રે સહુ પ્રણમો જિનમત પાનિયા... ચરણ-કરણને ધારણ કરતા શિવપુરપંથે ચાલે, ધ્યાન નિરંતર પાવન ધરતા, આતમજ્યોત પ્રજાળે (૨) જ્ઞાનદીપકને એ પ્રગટાવે, ગુણરત્નોની ખાણ રે... સહુO ઘોર તિમિર અજ્ઞાનનું ટાળે, સંશય સધળા છેકે, ઉત્તમ કુળ અવતંસ સલૂણા, આશંસા સૌ ભેદે (૨) શિવંકર ને અભયંકર એ, સૌમ્ય-શીતલ તસ વાણ રે... સહુ દેશ-વિદેશની ભાષા જાણે, પંચાચાર પ્રચારે, પૂર્ણ પ્રતિભા, લબ્ધપ્રતિષ્ઠા, પાપ અનંત પખાળે (૨) દેશ-કાળ ને ભાવના જ્ઞાતા, જ્ઞાનપ્રકાશી ભાણ રે... સહુ સૂત્ર-અર્થ સૌ કંઠે ધરતા, માયાને પરિહારે, માન નહીં, મધ્યસ્થ સ્થવિર એ, તૃષ્ણાને પડકારે (૨) અંતરપટ પર અનુભવ પ્રગટ્યો, શિષ્યોના એ પ્રાણ રે... સહુ ભાવસ્તવના પૂર્ણ થયા પછી ‘ૐ હ્રીશ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ રવાહા ।' મંત્રનો જાપ શરૂ કર્યો. લીલા રંગમાં ઉપાધ્યાય ભગવંતનું ધ્યાન શરૂ કર્યું. રોજ મુજબ આજે પણ એમને ધ્યાનમાં સમાધિ લાગી ગઈ. હું એમને મંત્ર સંભળાવતી રહી. એક ઘડી પછી એમની આંખો ખૂલી. Acharya Shri Kailassagarsuri Gyanmandir હું ઊભી થઈ. કળશમાં ભરેલું સ્નાત્રજલ એમના શરીર પર છાંટ્યું. તેમણે રોમાંચ અનુભવ્યો. તેમનું મુખકમલ વિકસિત થઈ ગયું. તેઓએ પોતાનું મસ્તક મહાયંત્ર પર મૂકી દીધું... થોડી ક્ષણો ઉચ્ચતમ ભાવોમાં પસાર થઈ. અમે પૂજાખંડમાંથી બહાર નીકળી ગયાં. ૧૮૮ પરમાત્મમંદિરમાં દર્શન-પૂજન કરી અમે સમયસર ગુરુદેવ પાસે પહોંચી ગયાં. આજે ગુરુદેવ અમને ‘ઉપાધ્યાય પદ'નો પરિચય આપવાના હતા. અમે જઈને ગુરુદેવને ભાવપૂર્વક વંદન કરી, કુશળ પૃચ્છા કરી. ગુરુદેવે For Private And Personal Use Only સમણા
SR No.008914
Book TitleMayna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy