SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાતાવરણ ઘણું નિંદાપ્રચુર અને આક્રોશભર રહેલું છે. એમાંય શૈવપંથીઓ તો ખૂબ રાજી થઈને ખુલ્લંખુલ્લા બોલે છે કે : “જુઓ જૈન ધર્મનો પ્રભાવ મયણા જૈન ધર્મને પ્રાણથી પણ અધિક માને છે. જિનમંદિરે જાય છે, જૈન સાધુઓ પાસે જાય છે... એ મયણાને કેવો પતિ મળ્યો? કુષ્ઠરોગી! જેના હાથપગની આંગળીઓ ખરી પડેલી છે. જેનું શરીર કોઢરોગથી અતિ ગ્રરત છે... જૈન ધર્મનો આ પ્રભાવ? મયણા મન-વચન-કાયાથી.. તન-મન-ધનથી જૈન ધર્મની આરાધના કરે છે... એ આરાધનાનું આ ફળ એને મળ્યું? આના કરતાં તો શૈવ ધર્મ કેટલો મહાન? કે રાજકુમારી સુરસુંદરીને મનપસંદ રાજકુમાર મળ્યો.' જૈન ધર્મ કરતાં શૈવ ધર્મ મહાન છે!” આ વાત રાજમહેલમાં પણ શરૂ થઈ છે અને નગરમાં પ્રચલિત થઈ છે. જૈન ધર્મ એવો ચમત્કાર નથી કરી શકતો કે કુષ્ઠરોગી એવા ઉબરરાણાનો કુષ્ઠરોગ મિટાવી શકે! મયણાને પણ આ વાત ખૂંચી ગઈ. ગમે તે ઉપાયથી ઉંબરરાણાનો કુષ્ઠરોગ મટવો જોઈએ! એ માટે હું ભગવાન ઋષભદેવના મંદિરમાં જઈશ. પછી ગુરુદેવ મુનિચન્દ્ર પાસે જઈશ, કુષ્ઠરોગ તો મટવો જ જોઈએ! જૈનેતરો - શૈવો જે રીતે નિંદા કરી રહ્યા હતા તે વાત અસહ્ય હતી. મયણાએ લલિતાને કહ્યું : લલિતા, કોઈ પણ ઉપાયે ઉબરરાણાનો રોગ દૂર થવો જ જોઈએ.’ ન કરીશ કકળાટ મનવા, કરીશ નહીં કકળાટ! પકડી લેજે વાટ.. સમતાની વાટે ચાલીને પહોંચવું શિવઘાટ ભલે ને ગર્જે પ્રલય કડાકા, પામવી છે સુખશાત મનવા કરીશ નહીં કકળાટ, પકડી લેજે વાટ. કદમ કદમે કાંટા લાખો, પડશે ચત્તો પાટ પૃથ્વી બને ભલે પીડાગૃહ, ખાવી છો પછડાટ મનવા! કરીશ નહીં કકળાટ... પકડી લેજે વાટ.. અનિલ બને અંગાર ભલે ને ગાળોનો ઘોંઘાટ ૧૨૦ મયણ For Private And Personal Use Only
SR No.008914
Book TitleMayna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy