SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાણી બનાવીશું. વિધિપૂર્વક લગ્ન કરીશું. આપ આપના વિશાળ રાજ્યમાંથી એકાદ કન્યા આપવા કૃપા કરી અમારા સાતસો ય માણસોની આ જ એક યાચના છે... અમે આપની કીર્તિ સાંભળી છે કે આપ કોઈ યાચકને ખાલી હાથ પાછો નથી કાઢતા. અમે આપની પ્રશંસા સાંભળી છે એટલે જ નગરમાં આવવાનું સાહસ કર્યું છે, મહારાજા! આ નગરની પ્રજા તો દયાળુ છે. નહિતર લોકો અમને ગામ-નગરમાં પ્રવેશવા દેતા નથી. પથ્થરો મારે છે. હડધૂત કરે છે... લાકડીઓના પ્રહાર કરે છે... પરંતુ અહીંની પ્રજાએ અમને દુ:ખ નથી આપ્યું...” મહારાજા પ્રજાપાલ ઊંડા વિચારમાં પડી ગયા. મહામંત્રી અને બીજા રાજપુરુષો પણ મૌન ઊભા રહ્યા. ત્યાં અચાનક મહારાજા જોરથી બોલી ઊઠ્યા : મળી જશે, તમને કન્યા મળી જશે! રાજકન્યા મળી જશે!' “તો પછી મહારાજા, આજે અમે જઈએ. આપ કહો ત્યારે અમે આવીએ...” આવતી કાલે સવારે રાજસભામાં જ આવો. ત્યાં જ તમને તમારા ઉંબરરાણા માટે રાણી આપીશ!' અવશ્ય?' પ્રભાતકાકા વાત નક્કી કરવા લાગ્યા. અવશ્ય. ઉજ્જયિનીના રાજાનું વચન કદાપિ ન ફરે. તમને તમારા રાણા માટે રાણી મળશે જ! અમે મહારાજાના ચરણે દૂરથી પ્રણામ કર્યા. એમનો ઉપકાર માન્યો અને અમારા મુકામે જવા પાછા વળ્યા. “મહામંત્રી! મારી અભિમાની પુત્રી મયણા માટે એનાં કર્મો જ પતિ શોધી લાવ્યાં! આ કુષ્ઠરોગી યુવાન રાજા મારી પુત્રીનો પતિ બનશે! હું આજે એને બોલાવીને વાત કરું છું. હજુ પણ જો એ પોતાનો દુરાગ્રહ છોડે તો મારે એને વૈશાલીના સુંદર પરાક્રમી રાજકુમાર સાથે પરણાવવી છે. પણ જો એ પોતાનો હઠાગ્રહ છોડવાની જ ન હોય અને “મારા કર્મો જ મારા માટે પતિ લાવશે...' આ વાત પકડી રાખવાની હોય તો એનાં કર્મો આ કુષ્ઠરોગીને લઈ આવ્યાં છે. પરણે એને અને આનંદથી જીવન વિતાવે!” મહારાજા...”મહામાત્ય સોમદેવ મહારાજાના ચરણો પકડીને બોલ્યા : “છોરુ મયણા ૧૦૭ For Private And Personal Use Only
SR No.008914
Book TitleMayna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy