SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ ૮. સૂક્ષ્મ ભાવ પુદ્ગલપરાવર્ત : ક્રમશઃ સર્વે અનુભાગ બંધનાં અધ્યવસાય સ્થાનોને જેટલા સમયમાં મૃત્યુ વડે સ્પર્શે, તે કાળ વિશેષને સૂક્ષ્મ ભાવ પુદ્ગલપરાવર્ત કહેવાય. જો કે ઉપરના બાદર પુદ્ગલપરાવર્ત ક્યાંય પણ સિદ્ધાંતમાં ઉપયોગી નથી; પરંતુ બાદર સમજાવવાથી સૂક્ષ્મનું જ્ઞાન સરળતાથી થઈ શકે, માટે બાદરનું વર્ણન કરવામાં આવ્યું છે. ગ્રંથોમાં જ્યાં જ્યાં “પુદગલપરાવર્ત આવે છે ત્યાં મોટા ભાગે “સૂક્ષ્મ-ક્ષેત્ર- પુલપરાવર્ત સમજવો. ૨૦ ઉપસર્ગ-પરિષહ ઉપસર્ગ એટલે કષ્ટ, ઉપસર્ગ એટલે આપત્તિ. જ્યારે શ્રમણ ભગવાન મહાવીરદેવે સંસારત્યાગ કર્યો હતો ત્યારે ઈન્દ્રએ પ્રભુને પ્રાર્થના કરી હતી : 'प्रभो! तवोपसर्गाः भूयांसः सन्ति ततो द्वादशवर्षो याक्त वैयावृत्त्यनिमित्तं तवान्तिके तिष्ठामि ।' હે પ્રભુ આપને ઉપસર્ગો ઘણા છે માટે બાર વર્ષ સુધી હું વૈયાવચ્ચ માટે આપની પાસે રહું.” ભગવાનને ઉપસર્ગો આવ્યા એટલે કષ્ટ પડ્યાં. તે ઉપસર્ગો ત્રણ વર્ગો તરફથી આવે : (૧) દેવ, (૨) મનુષ્ય, અને (૩) તિર્યચ. આ ત્રણ તરફથી બે પ્રકારના ઉપસર્ગ થાય : (૧) અનુકૂળ, અને (૨) પ્રતિકૂળ. (૧) ભોગ-સંભોગની પ્રાર્થના વગેરે અનુકૂળ ઉપસર્ગ. ૯૫. અનુભાગબંધ સ્થાનનું વર્ણન પ્રવચનસારોદ્ધાર' ગ્રંથમાં આ પ્રમાણે છે : __ तिष्ठति अस्मिन् जीव इति स्थान; एकेन काषायिकेणाध्यवसायेन गृहीतानां कर्मपुदगलानां विवक्षितैकसमयबद्ध रससमुदाय परिमाणम् । अनुभागबन्धस्थानानां निष्पादका ये कषायोदयरूपा अध्यवसायविशेषा तेऽप्यनुभागबन्धस्थानानि । ९६ ....जे केइ उवसग्गा उप्पज्जति तं जहा-दिव्या वा माणुसा का तिरिक्खजोणिया वा, अणुलोमा वा, पडिलोमा वा, ते उप्पन्ने सम्मं सहइ, खमइ, तितिक्खइ अहियासेइ । - कल्पसूत्र, सूत्र ११८ ૯૭. ૨૨ મું ભવોઢેગ અષ્ટક લોક ૭. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy